વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિક્તા પ્રાપ્ત સિબિયાઈ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિકે લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઑફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે.
- આ પુરસ્કાર માટે 6 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા
- જોકોવિકે વર્ષ 2011માં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા હતા
- રોજર ફેડરર ચાર વખત આ ખિતાબ પોતાના નામે કરાવી ચુક્યા છે
- જમૈકાના ઉસૈન બોલ્ટ બે વખત આ ખિતાબ જીતી ચુક્યા છે.
આ પુરસ્કાર માટે 6 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં જોકોવિકનો દાવો સૌથી મજબુત હતો. જોકોવિકે વર્ષ 2011માં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા હતા. તેમાં ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન શામેલ છે.
આ ઉપરાંત જોકોવિકની હાર-જીતનો રેકૉર્ડ 6-70 હતો. એટીપીના કાર્યકારી અધ્યક્ષ ડ્રેવેટે કહ્યું કે એટીપી તરફથી "હું જોકોવિકને અભિનંદન પાઠવું છે. તેઓ આ પુરસ્કાર મેળવવા માટે સાચા હકદાર હતા."
ટેનિસ ખેલાડિયોમાં 16 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરર ચાર વખત આ ખિતાબ પોતાના નામે કરાવી ચુક્યા છે. જ્યારે વિશ્વ રેકૉર્ડ ધરાવનાર એથલેટ જમૈકાના ઉસૈન બોલ્ટ બે વખત આ ખિતાબ જીતી ચુક્યા છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.