દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાનું અભિયાન શરુ થઈ ચુક્યું છે. ક્રિકેટ જગતની આંખો હવે નંબર 1 અને નંબર 2 ટીમોના જોરદાર ફટકાના વરસાદને જોવા બેતાબ તથા ઉત્સાહિત બની છે.
ગ્રહો દર્શાવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાનો વિજય રથ આફ્રીકાના ખેલાડીઓથી પણ થઁભવાનો નથી. ભારતનું પલ્લું અહીં પણ ભારે જ રહેશે અને આખીય ટેસ્ટ સિરીઝમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ કરશે. જ્યોતિષીઓની આગાહી પ્રમાણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન એમએસ ધોની ગ્રહો આજકાલ ખૂબ જોશમાં દોડી રહ્યા છે. તે આફ્રીકાના કેપ્ટન ગ્રીમ સ્મિથથી વધારે પ્રભાવશાળી છે.
સ્મિથ અને તેમની ટીમનું પ્રદર્શન તો સારું રહેશે પરંતુ આફ્રીકાના કેપ્ટનના કેટલાક ખોટા નિર્ણયોના લીધે ટીમને ભારે નુક્સાન વેઠવું પડશે.
પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કેપ્ટન ધોનીની કુંડળીમાં ગજકેસરી અને બુધ્ધાત્યિ જેવા બે યોગ બની રહ્યા છે. જે તેમને નામ, સફળતા અને સંપત્તિ ત્રણેયને વગદાર બનાવે છે. જો કે હાલમાં ધોનીની કુંડળીમાં રાહુની મહાદશા અને તેમાં બુધનું અંતર ચાલી રહ્યું છે. જે તેમને મે 2011 સુધી ભારે સફળતા અપાવશે.
આ દરમ્યાન તેમનું પ્રદર્શન સારું-નરસું રહેશે પરંતુ તેમના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા મોટી સફળતાઓ પ્રાપ્ત કરશે. ત્યાં જ આફ્રીકાના કેપ્ટન ગ્રીમ સ્મિથની કુંડળીમાં ચંદ્ર નીચ રાશિમાં છે. આ કારણે તેઓ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓમાં ખોટા નિર્ણયો લઈ શકે છે. તેમનું પ્રદર્શન સારું રહેશે પરંતુ ટીમ તેમના ખોટા નિર્ણયોના કારણે મુશ્કેલીમાં મુકાશે.પંડિત પ્રફુલ્લ ભટ્ટના કહ્યા પ્રમાણે જો આ પ્રશ્ન કુંડળી અનુસાર જોવામાં આવે તો સીરિઝમાં ભારતીય ટીમનું પલ્લું વધારે ભારે હશે. આ સીરિઝમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, હરભજન સિંહ અને અન્ય ખેલાડીઓનું પર્ફોમન્સ શાનદાર રહેશે. ભારતીય ટીમ વિદેશની જમીન પર જીતનો ડંકો વગાડશે.
તમારા જીવનની દરેક સમસ્યાઓના ઉકેલ માટે પૂછો અમારા જાણકારોને.
તમારા જન્માક્ષર તથા પ્રશ્નો મોકલવા લોગ ઓન કરો http://religion.divyabhaskar.co.in/