Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Dhoni And Team India Start Practice Before Australia Series 2013

સચિનના શોટ પર તૂટ્યો કાચ, વીરૂને આવ્યા નંબરના ચશ્મા

1 of 5 Photos

ભારતની અભ્યાસ શિબિર શરૂ
ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇમાં ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતની ૧૫ સભ્યોની ટીમે બેંગ્લોરમાં શનિવારથી ત્રણ દિવસની અભ્યાસ શિબિરની શરૂઆત કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીની સેના ૧૯ ફેબ્રુઆરીએ ચેન્નાઈ જવા રવાના થશે. ભારતીય કોચ ડંકન ફલેચર અને સહયોગી સ્ટાફે ૧૫ યુવા બોલરોને સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સહિત ભારતીય બેટ્સમેનો સામે બોલિંગ કરવાની જવાબદારી સોંપી હતી.

આમાંના નવ ફાસ્ટ બોલર અને છ સ્પિનર છે જેમને વિભિન્ન શહેરોમાં યોજાયેલા ટ્રાયલ બાદ પસંદ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તેઓને મુંબઇ, ચેન્નાઈ અને મોહાલીમાં આવેલી ક્ષેત્રિય એકેડેમીઓમાં પોતાની પ્રતિભાને નિખારવા માટે મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ એનસીએના પૂર્વ નિર્દેશક અને ભારતના પ્રવર્તમાન મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલના ભેજાની ઊપજ છે.

સચિને હરભજન ઉપરાંત નવા 15 યુવા બોલરોના બોલ પર મોટા શોટ માર્યા હતા. તેમાનો એક શોટ પેવેલિયન એરિયાની બારીના કાચ પર અથડાયો હતો જેના કારણે કાચ તૂટી ગયો હતો. આ ઉપરાંત વીરેન્દ્ર સેહવાગ પણ અલગ લૂકમાં જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન તેણે નંબરના ચશ્મા પહેર્યા હતા.

આગળ ક્લિક કરો અને જુઓ પ્રેક્ટિસની તસવીરો....


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment