પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ મેચ
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની વનડે સિરિઝનો અંતિમ મેચ ધર્મશાળામાં રમાશે. સિરિઝમાં 3-1થી વિજય મેળવી ચૂકેલ ભારતની ટીમ હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં જીત મેળવીને વિજયનો ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કરશે. મહેમાન ટીમ હારનું અંતર ઘટાડવા પ્રયાસ કરશે.
ધર્મશાળામાં આ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ હશે. અગાઉ આ મેદાન પર વિદેશી ટીમોએ પ્રેક્ટિસ મેચો રમી છે અને આઈપીએલની મેચો પણ યોજાઈ છે., પરંતુ ટીમ ઈન્ડિયા રમતી હોય તેવો આ પ્રથમ બનાવ હશે.