- એડિલેડમાં ડેવિડ વોર્નર થયો હતો રન આઉટ
- રોહિત શર્માની અદ્દભૂત ફિલ્ડિંગે લીધો હતો વોર્નરનો ભોગ
એડિલેડ વનડેમાં ટોસ જીતને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ભારતે શરૂઆતમાં જ રિકી પોન્ટિંગના રૂપમાં પ્રથમ ઝટકો આપ્યો હતો.
જો કે બાદમાં વિસ્ફોટક ઓનપર ડેવિડ વોર્નર અને બેટિંગ ક્રમમાં ઉપર આવેલા સુકાની માઈકલ ક્લાર્કની જોડીએ આક્રમક બેટિંગ કરીને ભારતીય બોલરનો ધોલાઈ કરી હતી. આ જોડી ભારત માટે જોખમી બની રહી હતી. 9 ઓવરમાં તો વોર્નર-ક્લાર્કની જોડીએ 53 રન ઠોકી દીધા હતા.
પરંતુ 10મી ઓવરના ત્રીજા બોલ પર રોહિત શર્માની ચુસ્ત ફિલ્ડિંગે આ જોડીને તોડી નાંખી હતી. વિનય કુમારની આ ઓવરના ત્રીજા બોલ પર વોર્નરે કવર પોઈન્ટ તરફ શોટ ફટકાર્યો હતો. ચપળ રોહિતે બોલને રોકી દીધો હતો. જો કે ત્યાં સુધી માઈકલ ક્લાર્ક વોર્નર સુધી પહોંચી ગયો હતો. વોર્નર પણ ક્રિઝની થોડે બહાર હતો અને રોહિતે બોલ રોક્યો ત્યારે તેણ ક્રિઝમાં પાછો ફરવા માટે ગયો હતો.
પરંતુ ત્યાં સુધી ક્લાર્ક પણ તેની પાસે પહોંચી ગયો હતો. તેવામાં રોહિતે નોન સ્ટ્રાઈક પર થ્રો કર્યો હતો. વોર્નર કે ક્લાર્કમાંથી એક વિકેટ નક્કી જ હતી પંરતુ ત્યારે વોર્નરે પોતાની વિકેટનું બલિદાન આપવાનું નક્કી કર્યું અને તે નોન સ્ટ્રાઈક પર દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જો કે રોહિતનો થ્રો સીધો વિનયના હાથમાં આવ્યો હતો અને વિનયે ગિલ્લીઓ ઉડાવી દીધી હતી.
આમ વોર્નરને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી. વોર્નરે 24 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. જો કે વોર્નર ઈચ્છતો હોત તો તે પોતાની વિકેટ બચાવી શક્યો હોતો પરંતુ આક્રમક રમી રહેલા ક્લાર્ક માટે તે આઉટ થઈ ગયો હતો. કોમેન્ટ્રી આપી રહેલી રવિ શાસ્ત્રીએ પણ તે જ કહ્યું હતું કે ક્લાર્ક માટે વોર્નરે પોતાની વિકેટનું બલિદાન આપી દીધું.