ક્રિકેટમાં એક બોલરની સૌથી મોટી ભૂલ હોય છે નો બોલ નાંખવો અને જો કોઈ બોલર એક જ ઓવરમાં નવ નો બોલ ફેંકે તો તેની ભૂલ નહીં પણ ગુન્હો ગણાય છે.
કંઈક આવી જ ભૂલ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલર કર્ટલી એમ્બ્રોસથી થઈ હતી. એમ્બ્રોસે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં આજના જ દિવસે એક ઓવરમાં નવ બોલ નાંખ્યા હતા.
1997માં રમાયેલી ટેસ્ટ મેચ કુલ ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ ઙતી. વેસ્ટ ઈન્ડિઝે યજમાન ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી.
1 ફેબ્રુઆરીના રોજ પર્થ ખાતે શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર એમ્બ્રોસની એક ઓવરે ઈતિહાસ રચ્યો હતો. તેણે તે ઈનિંગ્સની નવમી ઓવર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી લાંબી ઓવર રહી. નવમી ઓવરમાં કુલ ન નો બોલ સહિત 15 બોલ ફેંકાયા હતા. એમ્બ્રોસની આ ઓવર 12 મિનિટ સુધી ચાલી હતી.
કર્ટલી એમ્બ્રોસે તે ઈનિંગ્સમાં કુલ 20 નો બોલ નાંખ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ 194 રન પર જ સમેટી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝને ફક્ત 54 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર જ હાંસલ કરી લીધો હતો.