વેલેન્ટાઈન વીકની શરૂઆત સાથે જ લોકોના દિલમાં પણ અનેરો રોમાન્સ ઉભો થતો હોય છે. આ વાતમાં ક્રિકેટર્સ પણ પાછળ નથી. મેદાનમાં વિરોધીઓનો છક્કા છોડાવનારા ક્રિકેટરો લાખો હસીનાઓના દિલમાં પણ રાજ કરતા હોય છે.
ક્રિકેટની રમતમાં હિટ થતાની સાથે જે ખેલાડી પાસે એક વાત સૌથી પહેલા આવે છે અને તે છે ગ્લેમર. તેમાં પણ બોલિવૂડ અને ક્રિકેટરો વચ્ચેના ઘણા પ્રેમ પ્રકરણો જાણીતા છે. તમને લાગતું હોય કે બોલિવૂડ હસીનાઓ પર ફક્ત આજના યુવા ક્રિકેટરો ફિદા હોય છે તો તે ખોટી વાત છે.
આ મામલામાં સર ગેરી સોબર્સથી લઈને યુવરાજ સિંહ બોલિવૂડ અભિનેત્રીઓને બોલ્ડ કરી ચૂક્યા છે. કેટલાકે તો તેમના પ્રેમ પ્રકરણને લગ્ન સુધી પહોંચાડ્યું હતું. પરંતુ મોટા ભાગના ખેલાડી બોલિવૂડ સાથેના પ્રેમની પિચ પર સ્ટંપ આઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા છે.
કેટલાક અફેરથી કેટલાક ક્રિકેટરોના લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયા હતા તો કેટલાક સફળતાની સિડી ચડ્યા બાદ લપસી ગયા.
આગળ ક્લિક કરો અને જાણો, બોલિવૂડ અને હોલિવૂડ હસીનાઓ સાથે ક્રિકેટરોના પ્રેમ પ્રકરણો.....