ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે. બન્ને ટીમોએ પહેલા રાજકોટ ત્યાર પછી રાંચીમાં ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. હવે આ ટીમો ધર્મશાલા પહોંચી ગઈ છે. ધર્મશાલા પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું યજમાન બનવા જઈ રહ્યું છે. ભારતે વન ડે સીરીઝને 3-1થી જીતી લીધી છે. આ મેચ ઔપચારીક જ છે.
બન્ને ટીમના ખેલાડીઓ ધર્મશાલા પહોંચી ગયા છે. સૌથી પહેલા અહીં અમ્પાયર્સ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ બન્ને ટીમનું કાંગડાની વાદિઓમાં આગમન થયું હતું.