નોટિંગહામ ખાતે રમાઇ રહેલી ટેસ્ટમાં પાકિસ્તાન બોલરે 65 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને ફોલઓનમાંથી બચાવી લીધી છે.
પાકિસ્તાનની નવ વિકેટ 147 રન પર પડી ગઇ હતી. અને તેન ફોલઓનથી બચાવ માટે આઠ રનની જરૂર હતી. જો કે, ઉમરગુલે શાનદાર ઇનિંગ રમી હતી. અને તેણે અણનમ 65 રન બનાવ્યા હતા.
10મી વિકેટ માટે ગુલે મોહમ્મદ આસિફ સાથે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. પાકિસ્તાનની 10મી વિકેટ મોહમ્મદ આસિફના રૂપમાં પડી હતી. તેણે શુન્ય રન પર રન આઉટ થયો હતો.
ગુલે તેની 65 રનની અણનમ ઇનિંગમાં 46 બોલનો સામનો કર્યો હતો. જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે સ્ટેવન ફિન્નની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 18 રન લીધા હતા.