Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> CLT20 >> Live From Silly Point
 

ચેમ્પિયન્સ લીગમાં આ વખતે વોરિયર્સ ફેવરિટ

 
Source: Mark Boucher   |   Last Updated 2:42 PM [IST](08/09/2010)
 
 
 
 
 

ચેમ્પિયન ટી૨૦માં આ વર્ષે સાઉથ આફ્રિકાની વોરિયર્સ અને લાયન્સ આમ બે નવી ટીમ જોવા મળશે. સાઉથ આફ્રિકામાં રમવું અને સ્થાનિક પરિસ્થિતિની જાણકારી હોવી તે અમારા માટે લાભકારક પુરવાર થશે. સ્થાનિક પ્રેક્ષકોની હાજરીને કારણે ખેલાડીઓનો ઉત્સાહ વધી જતો હોય છે. હું વોરિયર્સ માટે રમી રહ્યો છું.


આ ટીમે સાઉથ આફ્રિકામાં સ્થાનિક વન-ડે અને ટી૨૦ ટાઈટલ જીતેલાં છે. આ બાબત અમારા વિશ્વાસમાં બમણો વધારો કરશે. ચેમ્પિયન્સ લીગમાં અમને ફેવરિટ ગણવામાં આવે છે. જોકે અમને ખુદને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, કેમ કે ભવિષ્યનો આધાર જે-તે દિવસે ટીમ કેવો દેખાવ કરે છે તેની ઉપર રહેલો છે.


મને નથી લાગતું કે કોઈ પણ ટીમ ખરેખર સંઘર્ષ કરશે. ભાગ લેનારી તમામ ટીમો પાસે ઈન્ટરનેશનલ તથા અનુભવી ખેલાડીઓ છે. વિક્ટોરિયા અને ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ખતરનાક પુરવાર થઈ શકે છે. જેકસ કાલિસ બેંગલોર માટે રમવાનો છે તે બાબત અમારા માટે ખતરનાક બની શકે છે.


વોરિયર્સની ટીમમાં ઘણું ઊંડાણ છે અને અત્યાર સુધીમાં તેણે સાબિત કરી દીધું છે કે ઇન્ટરનેશનલ ખેલાડીઓ વગર પણ અમે જીતી શકીએ છીએ. જ્યાં સુધી ભારતીય ટીમનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે કે ત્રણેય ટીમ સારું રમશે. (ગેમપ્લાન)


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.