ઓલિમ્પિક ચેમ્પિયન લિઝેલ જોન્સ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જયોફ હ્યુજિલ સહિત કુલ ૫૨ ઓસ્ટ્રેલિયન સ્વિમર્સની ટીમ દિલ્હીમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે ભારત આવશે. આ ટીમમાં ૩૧ સ્વિમર્સ એવા છે જેઓ પ્રથમ વખત કોઇ મોટી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.
મુખ્ય કોચ લેહ નુજેન્ટે જણાવ્યું હતું કે મલિસ્સા ગોર્મન, ગ્રેસ લોહ, જેમ્સ મેગ્નુસેન, કેનરિક મોંક, મિચેલ પેટરસન, કેયલ રિચાર્ડસન અને તિસ્સા વોલેસનો ઓસ્ટ્રેલિયન સ્વિમર્સની ટીમમાં પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટેફની રાઇસ ખભાની ઇજાના કારણે કોમનવેલ્થમાં ભાગ લેવાની નથી અને રેયાન નેપોલિયન ડોપિંગના પ્રતિબંધના કારણે કોમનવેલ્થ ગુમાવશે.