Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Other Sports
 

આર્મી પાસે નથી ઘોડા કે નથી કોચ તો કેવી રીતે જીતશે મેડલ

 
Source: Bhaskar Network, Mumbai/ Pune/ Merath/ Mahu   |   Last Updated 3:44 AM [IST](29/01/2012)
 
 
 
 
 

ભારતીય લશ્કરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન ઓલિમ્પિક’. ઉદ્દેશ્ય માટે મેડલ જીતવા. ૨૦૦૧થી શરૂઆત થઈ. ૧૦ વર્ષમાં મશિન હેઠળ ખેલાડીઓની તૈયારી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરવા સુધી પહોંચી છે. લશ્કરના જણાવ્યા અનુસાર આ વખતે ફોકસ મેડલ જીતવા પર નથી. ૨૭ જુલાઈ ૨૦૧૨થી લંડનમાં ઓલિમ્પિકની શરૂઆત થશે. પરંતુ તાલીમ કેન્દ્રોની હાલત એવી છે કે ઓલિમ્પિકને લાયક ઘોડા નથી. નિશાનબાજો માટે કોચ શોધવામાં આવી રહ્યા છે. એથ્લેટિકસ અને નૌકાદળની તેમની પોતાની સમસ્યા છે. ‘મિશન ઓલિમ્પિકનાં પાંચ તાલીમ કેન્દ્રો પરથી ઉપમિતા વાજપેયીએ બે સપ્તાહ વિતાવીને માહિતી મેળવી ખેલાડીઓની તૈયારી કેવી ચાલે છે...

ઘોડા નથી, માટે ઓલિમ્પિક નહીં

ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે ઘોડેસવારીની ટ્રેનિંગ ચાલે છે. ૩૦ ઘોડેસવાર ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ઘણા વર્ષોથી તાલીમ લઈ રહેલા આંતરરાષ્ટ્રીય સ્તરના આ ભારતીય ઘોડેસવાર ૨૦૧૨ની લંડન ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં. કારણ કે અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના ઘોડા નથી. બે યુરોપિયન વોર્મ બ્લડ ઘોડાની આયાત કરવા માટેની દરખાસ્ત સંરક્ષણ મંત્રાલય સમક્ષ વર્ષોથી પેન્ડિંગ પડી છે.

આંતરરાષ્ટ્રીયસ્તરની જાતના આઈરીશ હન્ટર, ઈંગ્લિશ થોરો બ્રેડ્સ ઘોડા નથી. આવા દરેક ઘોડાની કિંમત R ૪૦ લાખથી શરૂ થાય છે. ચીફ કોચ કર્નલ દીપ અહલાવત કહે છે કે ઓલિમ્પિક કવોલિફિકેશન બે વર્ષ અગાઉ પુરુ થઈ ગયું છે. તેમને આશા છે કે ટૂંક સમયમાં તેમને ઘોડા મળી જશે અને તેઓ ૨૦૧૬ની ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ શકશે.

આર્મી એક્વિસ્ટેરિયન સેન્ટર મેરઠ કેન્ટમાં૨૦૬ એકરમાં ફેલાયેલું છે. ઘોડે સવારી માટેનું કદાચ વિશ્વનું એકમાત્ર તાલીમ કેન્દ્ર છે કે જ્યાં તમામ રેસ માટેની સુવિધા એક્સાથે ઉપલબ્ધ છે. જીમ્નેશિયમ, ઓડિયો વિઝ્યુઅલ ટ્રેનિંગ, મેડિસિન સેલ, ઘોડા માટે સ્પેશિયલ વોટર ટ્રેડ મિલ, એમ્બ્યુલન્સ વગેરે. એટલું જ નહીં રાત્રે પ્રેક્ટિસ કરવા માટે ફ્લડ લાઈટની સુવિધા પણ છે. વિભિન્ન સ્પર્ધાઓમાં અહીંના ઘોડે સવારોએ ૧૨ સુવર્ણ, ૭ રજત અને ૧૭ કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

વિદેશી કોચ વર્ષમાં ત્રણ વાર અહીં તાલીમ આપવા આવે છે. કર્નલ અહલાવત ખુદ અર્જુન પુરસ્કાર વિજેતા છે. ૨૦૦થી વધુ નેશનલ ઈન્ટરનેશનલ મેડલ તેઓ જીતી ચૂક્યા છે. કર્નલ અહલાવતના જણાવ્યા અનુસાર એક્વિસ્ટેરીયનમાં હાર અને જીત ૬૦ ટકા ઘોડા પર નિર્ભર હોય છે.

આ તાકાત નહીં પણ ટેકનિકનો ખેલ છે. આથી એક્વિસ્ટેરીયન વિશ્વની એકમાત્ર રમત છે કે જેમાં મહિલા-પુરુષ એક્સાથે એક રેસમાં ભાગ લઈ શકે છે. કમનસીબ બાબત એ છે કે ભારતીય લશ્કર પાસે એકપણ એક્વિસ્ટેરિયન મહિલા ખેલાડી નથી.

કેટલાય ખેલાડીઓ પાસે હજુ પણ આશા, મેડલ જીતીશું

સૈન્યના તમામ નોડ્સમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશનની પ્રેક્ટિસ ચાલી રહી છે. ભારત માટે મેડલ જીતવાના લક્ષ્ય સાથે શરૂ થયેલા મિશન ઓલિમ્પિકમાં કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ મેડલ જીતવા માટે પાક્કા દાવેદાર માનવામાં આવે છે. સૈન્ય તરફથી શૂટિંગમાં મેડલના પાક્કા દાવા ઉપરાંત તીરંદાજી, બોક્સિંગ, એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ, કુસ્તી અને ડાઈવિંગમાં મેડલની આશા છે. જોકે તેમાંથી મોટાભાગની રમતો માટે ખેલાડીઓ હજુ સુધી ક્વોલિફાઇ નથી કરી શક્યા. મોટાભાગની રમતોની ક્વોલિફાઇંગ ઈવેન્ટ જુન સુધી ચાલશે અને તેમાં ભાગ લેવાની શક્યતા હજુ પણ યથાવત્ છે.

મેડલ જીતવા અને ઓલિમ્પિક એન્ટ્રીના સંભવિત ખેલાડીઓમાં યૂથ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ એથ્લેટ દુર્ગેશકુમાર પાલ, તીરંદાજીમાં તરુણદીપ રોય અને બોક્સિંગમાં મનપ્રીતસિંહની એન્ટ્રી નિશ્વિત છે. સેલિંગમાં પહેલી વખત ક્વોલિફાઇ કરવાના પાક્કા દાવેદાર મેજર જોહલની જેમ પુણે એએસઆઈમાં ટ્રેનિંગ લઈ રહેલા રામાનંદ સેરમા ઓલિમ્પિકમાં ડાઈવિંગ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ડાઈવર હશે.

સેરમા પાચ વર્ષથી દરરોજ છ કલાક ડાઈવિંગની પ્રેક્ટિસ કરે છે. કયૂબાથી આવેલા તેમના કોચ યોંડિસને વિશ્વાસ છે કે રામાનંદ ઓલિમ્પિક માટે જરૂર ક્વોલિફાઇ થશે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલની સમકક્ષ સ્કોર સેરમા પહેલાંથી જ પાર કરી ચૂક્યા છે.

મહિલાઓ શા માટે નહીં?

સૈન્યમાં મહિલાઓને જવાન તરીકે ભરતી કરવાનો કોઈ વિકલ્પ નથી. આ કારણે જ મશિન ઓલિમ્પિક હેઠળ મહિલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવતી નથી. માત્ર મહૂ સ્થિત આર્મી માકર્સમૈશિપ યુનિટમાં ગણતરીની મહિલાઓ છે જેમને કલાર્ક અને ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી છે. આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટના કમાન્ડન્ટ કર્નલ બિશ્નોઈના જણાવ્યા પ્રમાણે ઓલિમ્પિકમાં અડધા મેડલો મહિલાઓ જીતે છે. મહિલાઓને ભરતી નહીં કરવાથી મેડલ જીતવાની શક્યતાઓ ઘટી જાય છે. ચીનમાં ૨૦૦૮માં ઓલિમ્પિકમાં ૫૧માંથી ૨૭ ગોલ્ડ મેડલ મહિલાઓ જીતી હતી.

દેશની પહેલી રોવિંગ ચેનલ

સૈન્યએ પુણેમાં દેશની પહેલી રોવિંગ ચેનલનું નિર્માણ કર્યું છે. ચેનલ દ્વારા રોવિંગ પ્રેક્ટિસ ઘણી સુવિધાજનક થઈ ગઈ છે. આ વિશ્વની પ્રથમ એવી રોવિંગ ચેનલ છે જે કોઈપણ કલોઈંગ વોટર સપ્લાયની નજીક નથી. આ ચેનલમાં હવાને નિયંત્રિત કરવા માટે ચેનલની બંને તરફ ૧૮૦૦ વૃક્ષો લગાવાયાં છે. આ ચેનલમાં આર્મી રોવિંગ સેન્ટરના ૩૦ ઓરમેન (ખલાસી) ટે^નિંગ લઈ રહ્યા છે. આ વર્ષે ઓલિમ્પિકના માટે આર્મી રોવિંગ નોડમાંથી ૧૩ ટીમો તૈયાર કરવામાં આવી છે.

હાલમાં તો આ ટીમો હૈદરાબાદ સ્થિત નેશનલ કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહી છે. રોવિંગના ચીફ કોચ કર્નલ આહુજાએ જણાવ્યા પ્રમાણે કોઈ સામાન્ય વ્યક્તિ માટે રૂપિયા ૪ લાખની રોવિંગ બોટ પર પ્રેક્ટિસ કરવાનું શક્ય નથી. તેમની પાસે ૧૦ કોચ છે જેઓ પોતે પણ રાષ્ટ્રીય સ્તરે ઓરમેન રહી ચૂક્યા છે. નાસિક-પુણે રોડ પર બનેલી આ ચેનલ એરફોર્સ સ્ટેશનથી ૭ કિમી દૂર છે. કેટલીય વખત પાઈલટ આ ચેનલને રનવે સમજી બેસે છે.

‘રો ફોર ગોલ્ડ’ મિશન સાથે પ્રેક્ટિસ

દરરોજ ૬ કલાકની પ્રેક્ટિસ પછી હાથમાં ઉઝરડા પડી જાય છે. પૂરી તાકાતથી ઓરને ચલાવવાની અને તેના પર હવાનું દબાણ વધુ પડકારજનક બની જાય છે. જો પ્રેક્ટિસ ગંદા પાણીમાં થાય તો ઈન્ફેકશન તો થવાનું જોખમ પણ રહે છે. સુબેદાર રાજેન્દ્ર સાલ્કે પાંચ વર્ષથી પુણે આર્મી રોવિંગ સેન્ટરમાં ટ્રેઈનર છે. સાલ્કેએ જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશના ઓરમેન નદી, તળાવ, ગંદા પાણીમાં રોવિંગ કરવા માટે મજબૂર હતા. પરંતુ હવે તમામ સમસ્યા ખતમ થઈ ગઈ છે. તેઓ જણાવે છે કે કોઈપણ ઓરમેન માટે દસ વર્ષથી વધારે રોવિંગ કરવું શક્ય નથી. દર વર્ષે તેમનામાં શરીરમાં પીઠનો દુખાવો થવા લાગે છે અને ખેલાડીઓ પાસે કોચ બનવાનો વિકલ્પ બાકી રહે છે.

આ ક્ષેત્રોનો દબદબો છે

મિશન ઓલિમ્પિકમાં નોર્થ-ઈસ્ટનો દબદબો છે. આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં ૬૦ ટકા ખેલાડી ત્યાંથી જ આવેલા છે. જ્યારે દરેક રમતમાં કોઈને કોઈ રાજ્યની બહુમતી છે.

ડાઈવિંગ - મણીપુર
તીરંદાજી - ઝારખંડ, છત્તીસગઢ
બોક્સિંગ - હરિયાણા, મણીપુર
વેઈટલિફ્ટિંગ - અરુણાચલ પ્રદેશ
એથ્લેટિકસ - કેરળ, રાજસ્થાન, કુમાયૂં
કુસ્તી - હરિયાણા, મહારાષ્ટ્ર
ફેન્સિંગ - રાજસ્થાન, મધ્યપ્રદેશ (નિશાનેબાજી, યોટિંગ, રોવિંગ અને ઘોડેસવારી - તમામ રાજ્યોમાંથી)

લંડન ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓ

શુટિંગ : સુબેદાર વિજયકુમાર
શુટિંગ : હવાલદાર હરિઓમ
શુટિંગ : નાયબ સુબેદાર ઇમરાન હસન
બોકિંસંગ : હવાલદાર દેવેન્દ્રસિંહ
બોક્સિંગ : સ્પોર્ટ્સ કેડેટ વિકાસ કિશન
૨૦ કિમી વોક : હવાલદાર બાબુભાઈ
મેરેથોન : હવાલદાર રામસિંહ યાદવ

છ મહિના બાકી, ના મળ્યા નિશાનબાજીના કોચ

હાથમાં બંદૂક અને નિશાન ઓલિમ્પિક મેડલ પર. આ લક્ષ્ય સાથે આર્મી માકર્સમેનશિપ યુનિટ (એએયુ)માં નિશાનેબાજીની પ્રેક્ટિસ ચાલી રહી છે. ઓલિમ્પિકને હજી છ મહિના બાકી છે. પરંતુ હજી કોચની શોધ ચાલી રહી છે. ઓગસ્ટ ૨૦૧૧માં શૂટિંગ કોચ, ફિઝિયોથેરપિસ્ટ, યોગા ઇન્સ્ટ્રકટર, મેંટલ ટ્રેનર માટે અખબારમાં જાહેરખબર આપવામાં આવી છે. ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરીમાં શરૂ થશે. કર્નલ વારૂણી કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ મળવા ખૂબ મુશ્કેલ છે.

આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ શૂટિંગ ક્ષેત્રે તમામ ડિસિપ્લિનના પ્રત્યેક શૂટર માટે એક કોચ જોઇએ. જ્યારે એમએમયુમાં પ્રત્યેક ડિસિપ્લિન માટે માત્ર બે કોચ છે. કુલ મળીને અહીં ત્રણ વિદેશી કોચ, ચાર ઓઆઇસી અથૉત ઓફિસ ઇન્ચાર્જ કોચ અને છ જેસીઓ કોચ છે. તેઓ ૧૭૦ શૂટર્સને કોચિંગ આપી રહ્યા છે.

ઓલિમ્પિક રજતપદક વિજેતા રાઘવેન્દ્ર રાઠોડના પ્રથમ કોચ અને એમએમયુના ચીફ કોચ કર્નલ સારન અને ટ્રેનર મેજર દહિયા કહે છે કે ઓલિમ્પિકમાં શૂટિંગના કુલ ૪૫ મેડલ છે. તેમાંથી ૨-૩ મેડલ જીતવાની આપણને આશા છે. આ વર્ષે શૂટિંગની અનેક સ્પર્ધા યોજાઇ છે. તેના કારણે શૂટર્સના ફોર્મ પર અસર થઇ છે.

દેશમાં નથી મળતા ટક્કર ઝીલી શકે તેવા સ્પર્ધક

આજ સમુદ્ર શાંત છે, નહીંતર સેલિંગ કરવું સરળ નથી. લશ્કરના યોટિંગ સેન્ટરમાં ટ્રેનર લે. કર્નલ ખરે સેલિંગના પડકાર સમજાવી રહ્યા છે. આ મુંબઇ તટે સેન્ટરની સેલિંગ સ્પર્ધા છે. ૨૫-૩૦ સેલર જીત માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચીફ કોચ કર્નલ નોટિયાલ મુખ્ય એમ્પાયર છે. તેઓ ગર્વ સાથે કહે છે કે ભારત આ વખતે પહેલીવાર સેલિંગ માટે ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થશે. પરંતુ સાથે એમ પણ કહેવાયું કે તાલીમ દરમિયાન ખરાખરીના સ્પર્ધકો ના મળતા હોવાથી મેડલ જીતવા જેવી તૈયારી થઇ શકતી નથી.

આ વખતે મેજર એન.એસ.જોલની દાવેદારી પાકી માનવામાં આવે છે. ઓલિમ્પિકમાં ૨૫ દેશોની ટીમ ભાગ લઇ રહી છે. ઓલિમ્પિકમાં ૨૫ દેશોની ભાગ લેશે અને જોલ ૨૩મી રેન્ક ધરાવે છે. કર્નલ નોટિયાલે જણાવ્યા મુજબ આ ઓલિમ્પિકમાં આપણું લક્ષ્ય વર્લ્ડ ફ્લીટમાં સામેલ થવાનું છે.

જ્યારે ૨૦૧૬માં આપણા સેલર મેડલની નજીક હશે. તેમણે કહ્યું કે આપણી પાસે બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની નૌકાઓ છે. પણ તે નૌકાઓને વિદેશ લઇ જવાનો ખર્ચ કરવા સરકાર આનાકાની કરી રહી છે. તેથી વિદેશી ઇવેન્ટમાં આપણે આયોજકની નૌકાનો ઉપયોગ કરવો પડે છે. આપણને તે નૌકા ચલાવવાનો મહાવરો નથી હોતો, તો વિદેશી ખેલાડી પોતાની નૌકા સાથે લાવે છે.

નિયમ જ મુસીબત, બદલાઈ જાય છે કોચ

૧૦ વર્ષના દીપક પોતાને વેઇટલિફ્ટર કહે છે. કેટલાંક વર્ષની તાલીમ પછી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર થઇ જશે. તેમને પોતાના કોચ મેજર શ્રીનિવાસ રાવ પર પૂરો ભરોસો છે. મેજર રાવ દીપક સહિતના ખેલાડીઓની શક્તિ અને નબળાઇ બંનેને પારખી ચૂક્યા છે. પણ રાષ્ટ્રીય સ્તર માટે પસંદ થતાં જ ખેલાડીઓને નેશનલ કેમ્પમાં મોકલી દેવામાં આવે છે અને મેજર રાવ તેમના કોચ નથી રહેતા.

આ નિયમ જ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટના ખેલાડીઓની મોટામાં મોટી મુશ્કેલી છે. મોટી સ્પર્ધા પહેલાં જ તેમના સ્પર્ધક બદલાઈ જાય છે. ઇન્સ્ટિટ્યૂટના કમાન્ડર કર્નલ બિશ્નોઇ પણ માને છે કે ખરા સમયે કોચ બદલાઇ જતાં ખેલાડીઓના દેખાવ પર અસર પડે છે. કર્નલ બિશ્નોઇએ જણાવ્યા મુજબ આવું ના બને તે માટે તેઓ પોતાના કોચ નેશનલ કેમ્પમાં પણ મોકલે છે.

૨૦૦૧માં‘ કેચ ધેમ યંગ’ થીમ સાથે ઓલિમ્પિકની શરૂઆત થઇ હતી. હાલમાં અહીં એથ્લેટિકસ, બોક્સિંગ, ફેસિંગ, તીરંદાજી, ડાઇવિંગ, વેઇટ લિફ્ટિંગ અને કુસ્તી માટે ૨૩૦ ખેલાડી તાલીમ લઇ રહ્યા છે. પ્રત્યેક રમતની તાલીમ માટે વિદેશી કોચ છે. ટૂંકસમયમાં જ અહીં જુડો અને સ્વિમિંગની તાલીમ પણ શરૂ થશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.