ઈંગ્લેન્ડ સામે રમાનારી વનડે શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં કંગાળ ફોર્મ ધરાવતા વીરેન્દ્ર સેહવાગને પ્રથમ ત્રણ વનડે માટે પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લી ઘણી મેચોમાં કંગાળ દેખાવ કરનારા રોહિત શર્માને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીકાઓનો ભોગ બનેલા મહેન્દ્ર સિંહ ધોનીને સુકાની તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ખાતે 11 જાન્યુઆરીના રોજ પ્રથમ વનડે રમાશે.
ભારતીય ટીમ :-- મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટ કીપર), ચેતેશ્વર પૂજારા, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, અશોક ડિંડા, ભુવનેશ્વર કુમાર, શમી અહેમદ, અમિત મિશ્રા.