ભારતના પી. હરિકૃષ્ણએ અહીં રમાઈ રહેલી ટાટા ચેસ ટૂનૉમેન્ટમાં પોતાની સરસાઈ વધુ મજબૂત કરતાં બુધવારે યુક્રૈનના ઇલ્યા નાયઝેનિકને હરાવીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ટૂનૉમેન્ટના નવા રાઉન્ડને અંતે હરિકૃષ્ણ બી ગ્રૂપમાં મોખરે છે અને તેના નજીકના હરીફ કરતાં એક પોઇન્ટની સરસાઈ ધરાવે છે.
ટૂનૉમેન્ટમાં શક્ય નવ પોઇન્ટમાંથી હરિકૃષ્ણ હાલમાં સાત પોઇન્ટ મેળવી ચૂકયો છે અને આ સાથે તે ટાઇટલ માટે પણ ફેવરિટ બની ગયો છે. આ વિજય સાથે હરિકૃષ્ણના ઇલો રેટિંગ ૨૮૦૦ને પાર કરી જશે.
નવ રાઉન્ડ બાદ આ પ્રકારની સિદ્ધિ જવલ્લે જ કોઈ ખેલાડી હાંસલ કરી શકતો હોય છે. દરમિયાન ડી. હરિકાનો હોલેન્ડના ઇરવિન સામે પરાજય થયો હતો અને આ સાથે તે ત્રણ પોઇન્ટ સાથે આઉટ થવાની તૈયારીમાં છે.