ચેમ્પિયન્સ લીગ ટી૨૦ની આ બીજી સિઝન છે અને મને લાગે છે કે આ ટૂનૉમેન્ટ લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે. આ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમો તથા ખેલાડીઓને એક ટૂનૉમેન્ટમાં સાથે રમવાની તક આપે છે. આપણે તમામ માટે એવા ખેલાડીઓને મળવાની તક છે જેઓ સાથે લાંબા સમયથી મળ્યા નથી.
ગયા વર્ષની આઈપીએલ-૩થી મને લાગી રહ્યું છે કે ચેમ્પિયન્સ લીગ ટી૨૦ને પણ સાઉથ આફ્રિકામાં જોરદાર સમર્થન મળશે. સાઉથ આફ્રિકન લોકો પણ રમતપ્રેમી છે અને અહીં મોટી સંખ્યમાં ક્રિકેટના ચાહકો છે. મેં સાંભળ્યું છે કે અહીંની પિચો થોડી ધીમી રહેશે. પિચ ધીમી રહેશે તો મેચો ઓછો સ્કોરવાળી પણ બની શકે છે.
ગયા વર્ષે આઈપીએલની ફાઇનલમાં બેંગલોરને સ્થાન મળ્યું હતું. મારા મતે અમે ફરીથી સારો દેખાવ કરવામાં સફળ રહીશું. અમારી પાસે ટેલર, કેમરૂન જેવા અનુભવી ખેલાડીઓ છે. ભારતીય ખેલાડીઓમાં અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ પણ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. (ગેમપ્લાન)