ચેમ્પિયન્સ લીગમાં સ્ટાર પેદા થતા નથી પરંતુ તેમને નવી ઓળખાણ મળે છે. આઈપીએલમાં ખેલાડી સ્ટાર બને છે અને ચેમ્પિયન્સ લીગ તેમને વધારે ઓળખ આપે છે.
ચેમ્પિયન્સ લીગમાં વિવિધ દેશના યુવાન તથા અનુભવી ખેલાડીઓએ પોતાની અલગ ઓળખ બનાવી છે તેમાં કોઈ શંકા નથી.
ક્રિકેટના ચાહકો માટે પણ આ નવો અનુભવ છે તો મારા જેવા અનુભવી માટે પણ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. આ વખતે લીગ ૧૦મી સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકાનાં વિવિધ શહેરમાં રમાશે.
ટૂનૉમેન્ટમાં ટીમનો મદાર અમારા જેવા સિનિયર ખેલાડીઓ પર હોય છે જેના કારણે ટીમનો ઉત્સાહ વધારવાની ફરજ અમારી બને છે. લીગમાં પ્રદર્શનની ચર્ચા કરીએ તો અમારી ટીમ કેપ કોબ્રાએ છેલ્લી ટૂનૉમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ફાઇનલમાં ત્રણ કેચ છોડવાનું ભારે પડ્યું હતું અને અમે ફાઇનલ ગુમાવી હતી. મારા મતે તમામ ખેલાડીઓને ફાઇનલનું દબાણ ખાળવાનું આવડવું જોઈએ, કારણ કે કહેવત છે કે ‘કેચીઝ વિન મેચઝિ’.
સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ઘરઆંગણાનો ફાયદો મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હું આવું વિચારતો નથી. મોટાભાગની ટીમના ખેલાડીઓ આઈપીએલ-૨માં અહીં રમી ચૂક્યા છે. યજમાન ટીમ વોરિયર્સ બોલિંગમાં મજબૂત છે.
નિકી બોયે પાસે ઘણી આશા છે
ગયા વર્ષે ૪૦ ઓવર તથા ટ્વેન્ટી૨૦માં તેનો દેખાવ જોવાલાયક હતો. નિકી બોયે પણ બોલ અને બેટ દ્વારા હરીફ ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બસ થોડીક રાહ જોવાની જરૂર છે.