સ્પોટ ફિક્સિંગના ઓરોપોનો સામનો કરી રહેલી પાકિસ્તાન ક્રિકેટની ત્રિપૂટી સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ માટે માઠા સમાચાર છે. તેઓ ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી20 શ્રેણી રમી શકશે નહીં તેમ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજરે જણાવ્યું છે. ઇસીબી અને આઇસીસી દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે પાકિસ્તાન બોર્ડ દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે.
સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજરે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ત્રણેય પાકિસ્તાન ખેલાડી સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અન મોહમ્મદ આસિફ સામે કડક કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે. અને તેઓને હાલની ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની ટીમમાંથી બહાર કર્યાં છે. હવે તેઓના સ્થાને અન્ય ત્રણ ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે. જો કે, નવા ત્રણેય ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
જો કે, નોંધનીય વાત એ છે કે, થોડા કલાકો પહેલા જ પીસીબી ચીફ એઝાઝ બટ્ટે એવું નિવેદન આપ્યું હતું કે, આ ત્રિપૂટી વનડે શ્રેણી રમી શકશે ત્યારે ઇસીબી અને આઇસીસી તરફથી ભારે દબાણ ઉભૂ કરવામાં આવતા પાક ટીમ મેનેજરે ઉક્ત ખેલાડીઓને ટીમમાંથી બહાર કર્યાં છે.
એઝાઝ બટ્ટે કહ્યું કે, આ ત્રિપૂટી કે જેની વિરુદ્ધ બ્રિટિશ અખબારમાં સ્પોટ ફિક્સિંગ અંગેનો અહેવાલ છપાયો હતો. તેઓ રવિવારથી શરૂ થતી બે ટી-20 અને પાંચ વનડે મેચની શ્રેણીમાં રમી શકે છે.
તેમણે કહ્યું કે, તેઓ એક મેચ ગુમાવશે. અને પછી અમે જોઇશું કે ભવિષ્યમાં શુ થઇ શકે છે. તેઓ તાત્કાલિક ધોરણે માત્ર વનડે શ્રેણી જ નહીં પરંતુ આગામી તમામ મેચો રમી શકે છે. જ્યાં સુધી તેમાના વિરુદ્ધ કોઇ ચોક્કસ ચાર્જ દાખલ ન થાય ત્યાં સુધી તેઓ ગમે તે મેચમાં ભાગ લેવા માટે મુક્ત છે.
બટ્ટે મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવતા અહેવાલની ટિપ્પણી કરતા કહ્યું કે, પહેલા તેઓ મેચ ફિક્સિંગ, મેચ ફિક્સિંગ કહેતા અને હવે અચાનક સ્પોટ ફિક્સિંગ, સ્પોટ ફિક્સિંગ કરી રહ્યાં છે.