ચેમ્પિયન્સ લીગ જેવી ટૂનૉમેન્ટની યુવાનો પર મોટી અસર પડતી હોય છે. પોલાર્ડ જે ગયા વર્ષ ટૂનૉમેન્ટમાં જાણીતો નહોતો તે હવે લોકપ્રિય બની ચૂક્યો છે.
કેટલીક શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ચેમ્પિયન્સ લીગમાં વિક્ટોરિયા બુશરેન્જર્સ બીજી વખત રમશે.
અમે સેમિફાઇનલમાં હારી ગયા હતા પરંતુ અમારી ટીમ સારી છે અને મારું માનવું છે કે આ વખતે અમે પ્રભાવશાળી દેખાવ કરવામાં સફળ રહીશું, જો અમે ક્ષમતા મુજબનો દેખાવ કરવામાં સફળ રહીશું તો અમને કોઇ મુશ્કેલીઓ નડશે નહીં.
વિક્ટોરિયા એક સંતુલિત ટીમ છે અને અમે અમારા ઘરઆંગણાની ટૂનૉમેન્ટમાં ઘણી સારી રમત રમ્યા છીએ. અમને અમારો લક્ષ્યાંક ખબર છે. અમારા ચાર કે પાંચ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ખેલાડી છે જેનો પણ અમને લાભ મળશે.
આ વખતે પરિસ્થિતિ અલગ રહેશે કારણ કે ટૂનૉમેન્ટ સાઉથ આફ્રિકામાં રમાવાની છે, ત્યાંની પિચ ઝડપી બોલર્સને અનુકૂળ હોય છે. હવામાની પણ રમત પર અસર કરી શકે છે.
ગ્રૂપ-એમાં અમારે ચેન્નાઈ, વોરિયર્સ, વાયમ્બા અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સામે રમવાનું છે. દરેક ટીમ ચેમ્પિયન છે જેના કારણે અમારે સચોટ ગેમપ્લાન તૈયાર કરવો પડશે.