ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેનો પાકિસ્તાની સાથીદાર ઐસામ અલ હક કુરેશીની જોડી પાઈલોટ પેન ટેનિસ ટૂનૉમેન્ટની મેન્સ ડબલ્સમાં રનર્સ-અપ બન્યા હતા.
ફાઇનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાની જોડીનો વિમ્બલડન ગ્રાન્ડસ્લેમની ફાઇનલ સુધી પહોંચેલા રોબર્ટ લન્ડસ્ટિેડ અને હોરિયા તેકાઉની જોડી સામે ૪-૬, ૫-૭થી પરાજિત થઇ હતી. બોપન્ના અને કુરેશીને ૧૫૦ રેન્કિંગ પોઇન્ટ મળ્યા હતા.
બોપન્ના ચાલુ વર્ષે ચોથી વખત ફાઇનલમાં હાર્યો છે જેમાં ત્રણ વખત કુરેશી તેનો સાથીદાર હતો. એટલાન્ટા ટૂનૉમેન્ટમાં ક્રિસ્ટોફ વિલિગેન બોપન્નાનો જોડીદાર હતો.