યાર આ બોલર છે કે, ઝંઝાવાત, શ્રીલંકાઇ ચીતા ચાટી ગયા ધૂડ
સેંચુરિયન, વેરનાન ફિલેન્ડર (53/5) અને ટેલ સ્ટેન (18/4)ની ઘાતક બોલિંગને કારણે દક્ષીણ આફ્રિકી ક્રિકેટ ટીમે સુપરસ્પોર્ટ પાર્ક ગ્રાઉન્ડ પર ગુરૂવારે શરૂ થએલી પ્રથમ ટેસ્ટ મૈચમાં ટોસ જીતીને બોલિંગ કરી શ્રીલંકાઇ ટીમ પ્રથમ ઇનિંગમાં 180 રને ઓલ આઉટ કરી દીધી.
ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરી દક્ષીણ આફ્રીકાની ટીમને ઇનિંગ પૂરી થવા સુધી એક વિકેટના નુકસાને 90 રન બનાવી પોતાની સ્થીતી મજબુત કરી લીધી હતી. દક્ષીણ આફ્રીકા હવે શ્રીલંકાથી ફક્ત 90 રન પાછળ છે અને તેની 9 વિકેટો પડવાની બાકી છે. દક્ષીણ આફ્રીકા તરફથી જૈક્સ રૂડોલ્ફ ત્રણ ચૌકાના મદદથી 27 રન બનાવી રમી રહ્યા છે. જ્યારે ડેલ સ્ટેને હજુ ખાતુ ખોલ્યુ નથી
દક્ષીણ આફ્રીકાની પ્રથમ અને એક માત્ર વિકેટ કુલ 88 રનના સ્કોર પર ગ્રીમ સ્મિથના રૂપમાં પડી. તેઓએ 105 બોલમાં સાત ચૌકાની મદદથી 61 રન બનાવ્યા.
આ અગાઉ સ્ટેન અને ફિલેંડરની બોલિંગના ઝંઝાવાત સામે યજમાન ટીમના 6 બલ્લેબાજો 10નોં આંકડો પણ પાર ન કરી શક્યા. એંજેલો મૈથ્યૂજે સૌથી વધુ 38 રન બનાવ્યા જ્યારે થિલન સમરવીરાએ 36, થરંગા પારાનાવિતાનાએ 32 અને પૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેએ 30 રનનું યોગદાન આપ્યુ.
દક્ષીણ આફ્રીકાએ ઓસ્ટ્રેલિયા સાથે ઘર આંગણે રમાયેલી બન્ને મૈચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રમનારી ટીમ જ મેદાનમાં ઉતારવાનો ર્નિણય લીધો છે. આવામાં અલ્વારો પીટરસન અને મારચાંટ ડે લાંગને છેલ્લા 10માં જગ્યા ન મળી.
આ બોલરોએ તેમના પ્રથમ મુકાબલામાં જ 8 કંગારૂઓનો શિકાર કરી મૈન ઓફ ધી મૈચનો પુરસ્કાર જીત્યો હતો. હવે તેઓ શ્રીલંકાની પીચ પર પણ આગ ઓકી રહ્યા છે.