IPL-5માં આ હસીનાઓ લૂંટ્યા હતા પ્રેક્ષકોના દિલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એટલે ક્રિકેટ, ગ્લેમર અને મનોરંજનનું કોમ્બો પેક. આઈપીએલમાં ક્રિકેટનો રોમાંચ તો હોય છે જ પરંતુ સાથે સાથે તેમાં ગ્લેમરનો ઝગમઘાટ પણ હોય છે. ક્રિકેટરો મેદાનમાં અને ગ્લેમર જગતની હસ્તીઓ સ્ટેડિયમમાં રહીને પ્રેક્ષકોનું મનોરંજન કરતી હોય છે.
આઈપીએલ-5 દરમિયાન ઘણી જાણીતી હસ્તીઓ અને અભિનેતા-અભિનેત્રીઓ જેતે ટીમને સમર્થન આપવા માટે મેદાનમાં હાજર રહ્યા હતા. જેમાં શાહરૂખ ખાન કોલકાતાનો અને પ્રીતિ ઝિંટા પંજાબની માલિક હોવાના કારણે મેદાનમાં હાજર રહ્યા હતા. તો તે ઉપરાંત બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર અને રાઉડી રાઠોડમાં તેની સહ-અભિનેત્રી સોનાક્ષી સિન્હા તથા સૈફ અલી ખાન, રણબીર કપૂર, નરગીસ ફકરી, ચિત્રાગંદા સિંહનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સંગીતા બિજલાની, રંગ દે બસંતી ફેમ સિદ્ધાર્થ નારાયણ તથા વેંકટેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય હસ્તીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહી હતી.
જુઓ આઈપીએલ-5માં ગ્લેમરનો તડકો ઉમેરતી કેટલીક હસ્તીઓની ઝલક....






