હરભજન ઘણો યાદ આવશે-ગિલક્રિસ્ટ
હરભજનનો સાચો પ્રશંસક નીકળ્યો ગિલક્રિસ્ટ, ભજ્જીના કર્યા ભારો ભાર વખાણ.
બીસીસીઆઇને હરભજનની કદર હોય કે ન હોય પણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટ કિપર ગિલક્રિસ્ટ હરભજનના પ્રશંસક લાગે છે.
એડમ ગિલક્રિસ્ટનું માનવુ છે કે ઓફ સ્પિનર હરભજન સીંઘ જેવા ખંતીલા ખેલાડીની ગેર હાજરી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝમાં બધાને ઘણી ડંખશે.
વાંચો શું કહે છે ગીલ ક્રિસ્ટ...
ગિલક્રિસ્ટે બુધવારે સંવાદદાતાઓ સાથે કરેલી વાતચીતમાં સ્વીકાર્યુ કે કાયમ પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપનાર હરભજનને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ સિરીઝમાં મિસ કરશે. ગિલક્રિસ્ટે ઉમેર્યુ કે, હરભજન એક ફાઇટર છે જે ક્યારેય મેચમાં હાર નથી માનતો. તે હંમેશા લડી લેવામાં વિશ્વાસ રાખે છે એટલું જ નહીં હરભજન ક્યારેય પીછેહટ નથી કરતો.
વાતને આગળ વધારતા એડમ કહે છે, હરભજનની આવી ખાસિયતો તેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સમકક્ષ લાવીને ઊભો કરી દે છે કારણ કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પણ ફાઇટર માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલો હરભજન અત્યારે ટીમમાંથી બહાર છે. ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ત્રીજા ભારતીય બોલર હરભજને કાયમ ઓસ્ટ્રેલિયા સામે તેનો બેસ્ટ દેખાવ કર્યો છે. તેઓએ કાંગારૂઓ સામે 16 ટેસ્ટોમાં 29.35ની એવરેજથી 90 વિકેટ લીધી છે જે તેમના કરિયરમાં કોઇ ટીમ સામે સ્વર્વાધિક છે.