Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

સચિન પહેલા આ મહિલાએ ફટકારી’તી વનડેની પ્રથમ બેવડી

 
Source: Divyabhaskar.com   |   Last Updated 4:44 PM [IST](16/12/2010)
 
 
 
 
 

વિશ્વ ક્રિકેટના મોટાભાગના રેકોર્ડ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. છેલ્લે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને સચિને વનડે ક્રિકેટમાં સર્વાધિક રન ફટકારવાનો પાકિસ્તાનના ખેલાડી સઇદ અનવરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. વિશ્વભરે સચિનની આ સિદ્ધિને ખૂબજ વખાણી અને વધાવી છેલ્લે ટાઇમ્સ મેગેજીને પણ આ સિદ્ધિને સ્પોર્ટ્સને 10 શ્રેષ્ઠ મોમેન્ટમાં સ્થાન આપ્યું પરંતુ આ બધાની વચ્ચે એક નામ અને તેણે મેળવેલી સિદ્ધિને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી ગયા છે.


મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ એમ જ માને છે કે 1997માં ચેન્નાઇ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સઇદ અનવરે 194 રન બનાવીને વનડે ક્રિકેટમાં વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો. જે છેક 2010માં સચિનના હાથે તૂટ્યો એ પણ બેવડી સદી સાથે. પરંતુ જો વાત વિશ્વ ક્રિકેટની જ કરવાની હોય તો સચિન તેંડુલકર પહેલા આ કારનામો ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી બેલિન્ડા ક્લાર્કે કરી નાંખ્યો હતો અને એ પણ 1997માં.


1997માં મુંબઇ ખાતે મહિલા વિશ્વકપની મેચ યોજાઇ હતી. આ મેચ ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જેમાં એ સમયની સુકાની બેલિન્ડા ક્લાર્કે અણનમ 229 રન ફટકાર્યા હતા. એ સમયે મહિલા અને પુરુષ ક્રિકેટની તે એકમાત્ર એવી ખેલાડી હતી કે જેણે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હોય. જો કે, તેની આ સિદ્ધિને ભુલાઇ ગઇ હતી પરંતુ 2010માં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકા સામે જ્યારે બેવડી સદી ફટકારી ત્યારે થોડાક સમય માટે તેની આ સિદ્ધિને યાદ કરવામાં આવી હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.