બીજી ટ્વેન્ટી20 મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું હતું. ત્રીજી ઓવર પ્રવીણ કુમાર ફેંકી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. વોર્નરના આઉટ થયા બાદ મેદાનમાં આવેલો શાન માર્શ શૂન્ય રને રમતમાં હતો. દરમિયાન સ્લિપમાં કેચ ગયો અને તે કેચ બે વખત સેહવાગના હાથમાંથી છટકી ગયો, દર્શકોના શ્વાસ એક તબ્બકે અદ્ધર થઈ ગયા હતા અને પ્રથમ નજરે એવું લાગતું હતું કે કેચ છુટી ગયો. પરંતુ બાજુમાં ધોનીએ દોડી આવીને બોલને ઝડપી લીધો હતો.