ઓક્ટોબરમાં ભારત સામે રમાનાર બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા દ્વારા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્પિનર નાથન હારિત્ઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બ્રાડ હેડિન ઇજાના કારણે ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી.
ઉપરાંત સાઉથ વેલ્સના ઓપનિંગ બેટ્સમેન ફિલિપ હ્યુઝ્સ અને ઝડપી બોલર જોશ હેઝલવુડનો પણ ભારત પ્રવાસ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જુલાઇમાં ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમનો હિસ્સો રહેલા બોલર ક્લાઇન્ટ મેક, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ ઓ કિફી ભારત સામેની ટીમમાં પોતાનું સ્થાન પાકુ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે.
પસંદગી સમિતિના અધ્યક્ષ એન્ડ્ર્યુ હિડિચે ટીમની જાહેરત વખતે જણાવ્યું કે, હ્યુઝ્સ ઇજામાંથી બહાર આવી ગયો છે. ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ કરવામાં આવ્યું છે. અને તેથી યુવા બોલર હેઝલવુડ અને પીટર જોર્જનો તક આપવામાં આવી છે.