Advertisement
Home >> Sports >> Cricket >> Latest News >> Australia All Out 74 Runs Against Sri Lanka In One Day Match 2013

RECORD: ઓસ્ટ્રેલિયાનું શરમજનક પ્રદર્શન, 74 રનમાં ઓલ-આઉટ

1 of 10 Photos

હાલમાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આવતીકાલે (19 જાન્યુઆરી) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચની રાહ જોઈ રહ્યા છે. ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના હોમગ્રાઉન્ડ રાંચીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઈ રહી છે. (જુઓ - PHOTOS: કુલશેખરાના કહેરમાં ઘરઆંગણે કચડાયા કાંગારૂઓ)

પરંતુ આ બાજુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 74 રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે પરાજય આપ્યો હતો.

ઝડપી બોલર નુવાન કુલશેખરાની ઘાતક બોલિંગ સામે કાંગારૂ બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા અને આખી ટીમ 74 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયા 26.4 ઓવરમાં જ તંબૂ ભેગી થઈ ગઈ. 1986 બાદ વનડેમાં ઓસ્ટ્રેલિયાનું સૌથી કંગાળ બેટિંગ પ્રદર્શન છે.

- શ્રીલંકાએ જીતી મેચ

ઓસ્ટ્રેલિયાએ આપેલા 75 રનના નાના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી શ્રીલંકન ટીમ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. મેચ જીતવા માટે શ્રીલંકાને પોતાની 6 વિકેટ ગુમાવવી પડી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 75 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે ઢેર થયા કાંગારૂઓ અને ટીમનો સ્કોરકાર્ડ.......કેવું રહ્યું કુલશેખરાનું ઘાતક પ્રદર્શન


Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment