મંગળવારે મળેલો વિજય શ્રીલંકા માટે મહત્વનો બની રહેશે અને તેઓ ફાઈનલમાં ભારત સામે વધારે આક્રમક બનીને રમશે.
યજમાન તરીકે શ્રીલંકા પર દબાણ રહેશે પરંતુ હજી પણ હું તેમને ફેવરિટ ગણું છું અને એશિયાના સૌથી મહત્વપૂર્ણ મુકાબલા એટલે કે માઇક્રોમેક્સ એશિયા કપની ફાઇનલમાં ભારત અંડરડોગ્સ છે.
સહેવાગ ટીમમાં નહીં હોવાથી અન્ય ખેલાડીઓને પોતાનું સારું પ્રદર્શન કરીને તેની ખોટ પૂરી કરવી પડશે. ભારત માટે બોલિંગ ચિંતાનો વિષય છે.
ઝાહિર ખાન અને હરભજન સિંહ સારી બોલિંગ કરી રહ્યાં છે અને બીજા બોંલરોએ પણ પ્રભાવશાળી બોલિંગ કરવા માટે તૈયાર રહેવું પડશે. વન-ડે ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં કંગાળ દેખાવ સુધારવાની અને ૧૫ વર્ષ પછી એશિયા કપ ટૂર્નામેન્ટ જીતવાની ભારત પાસે તક છે.
*