એશિયન ગ્રા. પ્રિ. આર્ચરી ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં પાછા ફરેલા તીરંદાજ રાહુલ બેનર્જીનું માનવું છે કે આ ટૂનૉમેન્ટ દ્વારા અમને એપ્રિલમાં યોજાનારી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટેની પૂર્વતૈયારી કરવાની તક મળશે.
ચાલુ વર્ષની આ પ્રથમ ટૂનૉમેન્ટ છે તેથી તમામ એશિયન સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. ચીન અને મલેશિયન તીરંદાજો સામે અમારી કપરી કસોટી પણ થશે તેથી અમને અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક મળશે. આ ઉપરાંત ક્વોલિફાયરમાં ખેલાડીઓ તેમની નબળાઇઓ દૂર કરવાનો પણ પ્રયાસ કરશે.
બેનર્જીને ખરાબ ફોર્મના કારણે ગયા વર્ષે વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપના ત્રીજા તથા ચોથા તબક્કામાં તક મળી નહોતી. તેણે ઉમેર્યું હતું કે બેંગકોકમાં ૧૪મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી આ ટૂનૉમેન્ટમાં સારો દેખાવ કરવાની મને આશા છે. હું ફોર્મમાં છું અને હું મારી ટેક્નિકલ બાબતો પર વધારે મહેનત કરી રહ્યો છું.