જાણો, દ્રવિડને ‘ઘાયલ’ કરી સચિનનું સ્થાન લેનાર કોણ છે આ
divyabhaskar.com
| Jul 04, 2012, 16:37PM IST
લાંબા સમયના બાદ ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ ફરીથી વ્યસ્ત બનશે. સીઝનની શરૂઆત શ્રીલંકા પ્રવાસથી થશે. આ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી. જેમાં અનુભવી સચિન તેંડુલકરના સ્થાને યુવા બેટ્સમેન અજિંક્યા રહાણેને તક આપવામાં આવી.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણીમાં સારો દેખાવ કરનારા રહાણેને એશિયા કપ માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. પરંતુ આઈપીએલ-5માં રનોનો વરસાદ કરીને તેણે પોતાનો ચમત્કાર દેખાડી દીધો. જેના કારણે પસંદગીકારો તેને શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવા માટે મજબૂર બન્યા.
આવો જોઈએ કદમાં સચિન જેટલા જ નાના રહાણેએ કેવી રીતે પોતાનો ડંકો વગાડ્યો...





