પાકિસ્તાનના વન-ડે સુકાની શાહિદ આફ્રિદીએ કબૂલાત કરી છે કે સ્પોટ ફિક્સિંગના વિવાદ બાદ ખેલાડીઓનું મનોબળ વધારવું તે મોટા પડકાર સમાન છે. બીજી ટ્વેન્ટી૨૦માં ખરાબ દેખાવ કર્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી પહેલાં ટીમનો ઉત્સાહ વધારવાનું કામ મુશ્કેલ છે પરંતુ અમારી પાસે પૂરતો સમય છે. વન-ડે શ્રેણી પહેલાં હું, કોચ વકાર તથા સાથી ખેલાડીઓ સાથે બેસીને ચર્ચા કરીશું.
મારા મતે મેદાન બહારની સમસ્યાની ટીમનાં પ્રદર્શન પર અસર પડવી જોઇએે નહીં. ખેલાડીઓએ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.