વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યા વિના પંકજ અડવાણીએ આશા વ્યક્ત કરી છે કે સોમવારથી પૂણે ખાતે રમાનારી નેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપનું ટાઇટલ તે જાળવી રાખવામાં સફળ રહેશે. અડવાણીએ જણાવ્યું હતું કે ગીત સેઠી, સાંડિલ્ય અને ધ્રુવ મારા માર્ગને કપરો બનાવશે.