સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં ફસાયેલો પાકિસ્તાની ટીનેજ ઝડપી બોલર મોહમ્મદ આમિર વિશ્વ ક્રિકેટમાં આજીવન પ્રતિબંધથી બચવા માટે આઇસીસીનો બાતમીદાર બની શકે છે. અને ક્રિકેટમાં ચાલી રહેલા ફિક્સિંગ અંગે માહિતી આપી શકે છે.
ધ ડેલી ટેલીગ્રાફમાં છપાયેલા એક અહેવાલ અનુસાર આમિર પોતાની ક્રિકેટ કારકિર્દીને જોખમમાંથી બહાર કાઢવા માટે આઇસીસી અને પોલીસને સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ અંગે માહિતી આપીને સહકાર કરી શકે છે.
આઇસીસી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આમિર હાલ પાકિસ્તાનમાં છે. તેની સાથે સલમાન બટ્ટ અને ઝડપી બોલર મોહમ્મદ આસિફ પણ છે. આ ત્રિપૂટી દ્વારા પૈસા લઇને લોર્ડ્સ ટેસ્ટમાં નો બોલ ફેંક્યા હતા. જે અંગે એક બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા સ્ટિંગ ઓપરશેન કરવામાં આવ્યું હતું.