> આમિર બેસ્ટ ઈમર્જિંગ પ્લેયરની યાદીમાં જ્યારે આસિફ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની યાદીમાં હતો.
સ્પોટ ફિક્સિંગના આરોપનો સામનો કરી રહેલ પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)એ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના એવોર્ડ માટે બનાવેલી સંભવિત ખેલાડીઓની યાદીમાંથી હટાવી દીધા છે. આઈસીસી દ્વારા આ એવોર્ડ દર વર્ષે આપવામાં કરવામાં આવે છે અને આ વર્ષે આ એવોર્ડ સમારોહ સોમવારે બેંગ્લોરમાં યોજાશે.
લંડનમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલ પાકિસ્તાનના ખેલાડીઓની ચોમેર ટીકા થઈ રહી છે. આઈસીસી પણ તેની વિરૂદ્ધ કડક પગલા લઈ રહી છે. શુક્રવારે ત્રણેય ખેલાડીને સસ્પેન્ડ કર્યા બાદ મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને આ વર્ષે આપવામાં આવનાર સર્વશ્રેષ્ઠ ખેલાડી એવોર્ડની સંભવિત યાદીમાંથી હટાવી દીધા છે.