લંડન ઓલિમ્પિકમાં ભારતે કરેલા દાવાની ખુલી પોલ

- લંડન ઓલિમ્પિકના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને હવે ટ્રેક એન્ડ ફિલ્ડના મુકાબલા શરૂ થઈ ગયા છે..
અત્યાર સુધીના ભારતના પ્રદર્શન પર નજર કરીએ, તો ખબર પડશે કે ખેલ સંઘો અને અધિકારીઓના વધુ મેડલ જીતવાના દાવાને મોટો ઝટકો લાગે તેમ છે
- લંડન ઓલિમ્પિક
રાષ્ટ્રીય અને એશીયાઈ રમતમાં ભારતના પ્રદર્શનનો દમ બતાવતા ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક જેવી પ્રતિયોગિતામાં ખોટા સાબિત થાય છે.ભારતે ઓલિમ્પિક શરૂ થતા પહેલા ધણા દાવા કર્યા હતા. તીરંદાજીથી લઈ ટેનિસ સુધી મેડલ મેળવવાના દાવા કર્યા હતા, પરંતુ સચ્ચાઈ એ છે કે
ભારતને જે ત્રણ મેડલ મળ્યા છે તે તીરંદાજી અને બેડમિન્ટનના છે. તો ખેલ સંઘો અને ભારતીય અધિકારીઓના બોલ ખોખલા સાબિત થયા છે અને તેના પર સવાલો ઉઠવા લગ્યા કે ભારતની ખેલનીતિ કઈ દિશામાં જઈ રહી છે. શું જેવા- તેવા ખેલાડિયોના વ્યક્તિગત પ્રદર્શનથી ખેલનીતિમાં સફળતા મળશે?
- ચાલો લંડન ઓલિમ્પિક પર થોડુ ધ્યાન કરીએ.
દુનિયાની તીરંદાજી નંબર વન ખેલાડી દીપિકા કુમારીના માથે મોટો બોજ હતો પણ શું થયુ, દીપિકા કુમારીએ બોજના કારણે સારુ પ્રદર્શન ન કર્યુ. બહાનાબાજી શું સાચુ કારણ છે, જો આવુ છે તો પ્રશિક્ષણ માટે એવો મહોલ કેમ તૈયાર કરવામાં ન આવ્યો. દીપિકા કુમારી ટીમ મુકાબલામાં ન ચાલી કે વ્યક્તિગત મુકાબલામાં..
બીજા તીરંદાજો પણ મુકાબલામાં ન ચાલ્યા. પુરૂષ તીરંદાજો પાસે કોઈ અપેક્ષા ન હતી અને તેણે કોઈ કમાલ પણ નથી કર્યો તો તીરંદાજીમાં ભારતનુ તરકશ ખાલી રહ્યું






