નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપની ફાઇનલમાં ગોલ કરનાર બાર્સેલોનાના મિડફિલ્ડર આન્દ્રેસ ઇનિએસ્તાએ જણાવ્યું હતું કે અમારી ટીમ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે તેવી મને પૂરી આશા હતી. લાખો સમર્થકોની ખુશી જોઇને મને ઘણો આનંદ થયો છે. બીજા લોકોની ખુશી અતિકિંમતી અને અમૂલ્ય હોય છે.