ફિફા વર્લ્ડ કપ-2010માં સચોટ ભવિષ્વાણી કરીને સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવેલો પોલ ઓક્ટોપસની જાન જોખમમાં છે. પરંતુ કેમ બાબા ઓક્ટોપસ તેના જ ઘરમાં સલામત નથી? કેમ સાચી ભવિષ્યવાણી કરી હોવા છતાં તેની જાન જોખમમાં છે? શું જર્મનીમાં જ રચાઈ રહ્યું છે તેના મોતનું કાવતરૂ?
ઉલ્લેખનીય છે કે ફાઈનલમાં હાર્યા બાદ હોલેન્ડની ટીમ પણ ગુસ્સામાં છે કેમ કે ઓક્ટોપસે ફાઈનલ પહેલા જ સ્પેનને વિજેતા જાહેર કરી દીધું હતું. ફાઈનલ મેચ પહેલા જ હોલેન્ડના વડાપ્રધાને એક નિવેદનમાં તેમની ટીમને ઓક્ટોપસની ભવિષ્યવાણી પર ધ્યાન ન આપવાની સલાહ આપી હતી.
પરંતુ આગામી વર્લ્ડ કપમાં ભવિષ્યવેતા બાબા ઓક્ટોપસ ઈતિહાસના પાનાઓમાં દફન થઈ જશે. તમને લાગશે કે કોઈ વ્યક્તિ તેને મારી નાંખશે. પરંતુ એવું કશું જ નથી. કેમ કે પ્રત્યેક દિવસે પોલની જીંદગી ઓછી થઈ રહી છે. પોલનું મોત નજીક આવતું જાય છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઓક્ટોપસનું આયુષ્ય 3 વર્ષનું હોય છે અને હાલમાં સચોટ આગાહી કરનારો પોલ ઓક્ટોપસ અઢી વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો અને બાદમાં તેને જર્મની લાવવામાં આવ્યો હતો. આ ડિસેમ્બરમાં ઓક્ટોપસના ત્રણ વર્ષ પૂરા થઈ જાય છે. એટલે કે પોલ ઓક્ટોપસના જીવનમાં હવે ફક્ત છ મહિના જ બચ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં સંપન્ન થયેલા વર્લ્ડ કપમાં પોલે જેટલી પણ ભવિષ્યવાણી કરી હતી તે તમામે તમામ ભવિષ્યવાણી સાચી પડી હતી. એટલું જ નહીં સ્પેન અને જર્મની વચ્ચે રમાયેલી સેમિફાઈલન મેચમાં ઓક્ટોપસે સ્પેનની જીત થશે તેવી ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પણ પડી હતી. સ્પેન સામે જર્મનીનો 1-0થી પરાજય થતા જર્મન ટીમની વર્લ્ડ કપ જીતવાની આશાઓ પર પાણી ફરી ગયું હતું.
જર્મની હારી જતા જર્મન પ્રશંસકો અને જર્મનવાસીઓ માટે પોલ ઓક્ટોપસ હિરોમાંથી ઝીરો બની ગયો હતો. ઘણા લોકોએ પોલને મારી નાંખવાનું સૂચન કર્યું અને કેટલાક લોકોએ તો તેને મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. જો કે સ્પેન માટે લકી સાબિત થયેલા પોલની સુરક્ષા માટે સ્પેને કમાન્ડો મોકલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ હવે તેની કોઈ જ જરૂર નથી કેમ કે હવે પોલ ફક્ત થોડા દિવસોનો જ મહેમાન છે.