ફિફા વર્લ્ડ કપમાં સચોટ ભવિષ્યવાણી કરીને સમગ્ર દુનિયમાં ચર્ચાનું કેન્દ્ર બનનારા પોલ ઓક્ટોપસને સ્પેન સરકારે સુરક્ષા પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સેમિફાઈનલમાં સ્પેન સામે જર્મનીનો પરાજય થશે તેવી ભવિષ્યવાણી કરનારા ઓક્ટોપસ ઉપર જર્મન પ્રશંસકો ઘણા રોષે ભરાયા છે અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
હવે બાબા ઓક્ટોપસના જીવ સામે જોખમ ઉભુ થતા સ્પેનના વડાપ્રધાને તેને સુરક્ષા પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે તો જર્મનીમાં પોતાના કમાન્ડો મોકલવા માટે પણ તૈયાર છે.
સેમિફાઈનલમાં જર્મનીના પરાજય પછી જર્મનીના એક્વેરિયમમાં રાખવામાં આવેલા પોલ નામના ઓક્ટોપસને જર્મન પ્રશંસકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય જર્મન પ્રશંસકોએ પોલને મારી નાખવા અથવા તો તેને ખાઈ જવાનું કાં તો તેને શાર્ક ટેન્કમાં નાખી દેવાની ધમકી ઉચ્ચારી છે.