રવિવારના રોજ સ્પેને નેધરલેન્ડને 1-0થી હરાવીને પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. જો કે સ્પેનનો સુકાની ઈકર કેસિલાસ આ ઐતિહાસિક જીતથી ઘણો જ ખુશ થઈ ગયો હતો.
જો કે જ્યારે સ્પેન વર્લ્ડ કપમાં સ્વિટઝર્લેન્ડ સામે 1-0થી હારી ગયું હતું ત્યારે કેસિલાસની ટીવી રિપોર્ટર ગર્લફ્રેન્ડ સારા કાર્બોનેરોએ તેને ધમકાવ્યો હતો.
પરંતુ જ્યારે તેણે અંતે ફિફા વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે તેણે સારાને કેમેરા સામે જ ચુંબન કરી લીધુ હતું. ઉલ્લેખનીય છે કે સ્પેનના સુકાની ગોલકિપરને ફિફા વર્લ્ડ કપ 2010નો સર્વશ્રેષ્ઠ ગોલકિપર જાહેર કરવામાં આવ્યો હતો.