ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ ફ્રાન્સની ફૂટબોલ ટીમનો ઉધડો લેતા કહ્યું હતું કે આ ટીમે વર્લ્ડ કપમાં દેશની છબીને ખરાબ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં આ ટીમે ફ્રાન્સની છબીને ખરાબ કરી છે. તેનું સંચાલન કરનારાઓની હકાલપટ્ટી યોગ્ય હતી. તેવા લોકોને હટાવી દેવામાં આવ્યા છે. ખેલાડીઓને બોનસ આપવામાં નહીં આવે.
સરકોઝીએ પ્રથમ વખત ટીમ પ્રથમ રાઉન્ડની બહાર થઈ જતા ટીમની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે 24 જૂનના રોજ ભૂતપૂર્વ સુકાની થિયરે હેનરીની મુલાકત આ શરમજનક પ્રદર્શનના કારણોની તપાસ કરવા માટે હતી.