એ જાપાની છે પરંતુ હોલેન્ડનો નારંગી રંગ ચહેરા પર લગાવીને ફરી રહ્યો છે. વાત કરવાથી જાણવા મળ્યું કે, હોલેન્ડ જ નહીં સ્પેન પણ તેની પસંદગીની ટીમ નથી. હવે ફાઇનલની ટિકિટ પહેલાંથી જ લઇ લીધી હતી તો શું કરીએ?
સ્ટેડિયમમાં અમે પણ છીએ, એવું બતાવવું છે તો, કોઇપણ એક ટીમની સાથે તો રહેવું પડશે. આ રંગ એટલે નારંગી થોડોક ભડકાઉ પણ છે અને સરળતાથી મળી પણ રહ્યો છે તેથી ચહેરા પર લગાવી લીધો. અમારી તૈયારી તો, બ્રાઝિલ અથવા આર્જેન્ટિનાના હિસાબથી હતી. ધ્વજ અને ટી શર્ટ પણ ખરીદી રાખ્યા હતા, બધું જ બેકાર થઇ ગયું. પહેલાં પોતાની ટીમ પર બહુ પૈસા ફૂંક્યા છે, પરંતુ ખબર હતી કે, આગળ જશે નહીં. હવે ફાઇનલ જોવી તો છે... પરંતુ તેમાં સામેલ થવાની મોટી વાત છે.
બસ તેના માટે હોલેન્ડ જ ચાલશે. કોઇ પણ જીતે હવે અમને કોઇ ફરક પડતો નથી. ફાઇનલમાં બ્રાઝિલ કે આર્જેિન્ટના તો હશે જ, એવી આશા રાખીને પહેલાંથી ફાઇનલની ટિકિટ ખરીદી ચૂકેલા દરેક ફૂટબોલ દીવાનાની આ જ સ્થિતિ છે. આટલી મુશ્કેલીથી મળેલી ટિકિટ આમ પણ તો, કોઇને આપી શકાય નહીં અને પછી જે કંઇ થાય વર્લ્ડ કપ ફાઇનલમાં અમે પણ હતા એવું કહેવાની તક પણ કોઇ ગુમાવવા માગતું નથી.
કેટલી અજીબ વાત છે કે, પોતાની કે પોતાની પસંદગીની કોઇપણ ટીમ ફાઇનલમાં નથી. આ થોડુંક આપણે ત્યાંની સામાન્ય ચૂંટણી જેવું નથી કે, આપણી પસંદગીનો એક પણ ઉમેદવાર નથી તો પણ મત આપવા તો જવું પડશે. સૌથીવધુ બેરૂખી તો, અહીંના લોકોમાં છે. જુનૈદ પાકિસ્તાનનો છે પરંતુ સાઉથ આફ્રિકામાં રહે છે. હવે સ્પેન કે હોલેન્ડમાંથી કોની સાથે રહીએ. તેમને પણ આશા હતી કે, બ્રાઝિલને રમતા જોવાની જુની ઇચ્છા અહીં પૂરી થઇ જશે, તેથી ફાઇનલની ટિકિટ ખરીદી લીધી હતી! ટિકિટ પરત આપવા જઇશું તો પણ નાણા કપાઇ જશે અને બજારમાં વેચી પણ શકતા નથી કે જેલ ભેગા થઇ જઇશું!