મારાડોનાના તબીબોએ જણાવ્યું હતું કે આર્જેન્ટિનાનો આ કોચ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ટીમના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ તે ફરીથી ડ્રગ્સ તથા આલ્કોહોલનો શિકાર બન્યો નથી. તબીબ આલ્ફ્રેડો કાહેએ રેડિયો પર જણાવ્યું હતું કે મારાડોના પોતાના અન્ય વિકલ્પો તપાસી રહ્યો છે. તે થોડોક નિરાશ છે પરંતુ આઘાતમાં નથી. પરાજયના કારણે મારાડોના ડિપ્રેશનનો ભોગ બન્યો છે અને તે ફરીથી ડ્રગ્સનો સહારો લઇ રહ્યો છે તેવા અહેવાલને તબીબે રદિયો આપ્યો હતો.
વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ નિરાશ થયેલા મારાડોનાએ કોચ તરીકે જળવાઇ રહેવાનો અંતિમ નિર્ણય કર્યો નથી.