રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ ફ્રાન્સની ફૂટબોલ ટીમની આકરી ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા ખાતે રમાયેલા ૧૯મા ફિફા વર્લ્ડ કપમાં અમારી ટીમ શરમજનક દેખાવ કરીને દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. ટીમનું સુકાન સંભાળનાર વ્યક્તિઓની હકાલપટ્ટી જરૂરી છે, જે અમે કરી નાખી છે. ખેલાડીઓને પણ કોઇ પણ પ્રકારનું બોનસ આપવામાં આવ્યું નથી. સરકોઝીએ ટીમના શરમજનક દેખાવ બાદ પ્રથમ વખત સાર્વજનિક રીતે આ પ્રકારની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.