ગોલકિપર્સ અને સ્ટ્રાઈકર્સ માટે પરેશાનીરૂપ બની ગયેલો જાબુલાની બોલ ફિફા વિશ્વકપ ૨૦૧૦માં ભારે ચર્ચામાં રહ્યો છે. વિશેષ ડિઝાઇનના કારણે બોલમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી છે અને ફૂટબોલ જગતના કેટલાય દિગ્ગજોની નારાજગીનો ભોગ બન્યો છે. શું છે આ જાબુલાની?
નિર્માણ: વાયુ-ગતિ વિજ્ઞાનને ધ્યાનમાં રાખી જાબુલાની બોલને આઠ ભાગોને જોડી તૈયાર કરવામાં આવ્યો છે. વધારે તાપમાન પર ગરમ કરી તેના તમામ ભાગોને સંપૂર્ણપણે જોડી તેને સુંદર આકાર આપ્યો છે.
જ્યારે બોલને પહેલી વખત કિક મારવામાં આવે તો બોલ હવામાં જાય છે પરંતુ ગતિ ઘટે છે અને પોતાની વાસ્તવિક સ્થિતિમાં આવે છે ત્યારે હવામાં લેમીનાર તેને ઘેરી લે છે.
ખેલાડી દ્વારા શોટ મારતી વખતે બોલ પર ટબ્યુંલેન્ડ પ્રવાહ હોય છે
વક્રતા: જાબુલાની ગ્રુવ્સથી બનેલી રચના છે. આ ગ્રુવ્સ બોલની સપાટીને વિશેષ નાટકીય ઢબે વક્રગતિએ જઈ શકાય તેવી સંરચના આપે છે.
બોલની વક્રતા: બોલમાં વક્રતા કે સ્પિન ત્યારે જ થાય જ્યારે બોલ તેજ ગતિમાં હોય અને આ કારણે બોલનો રસ્તો બોલની સ્પિનની દિશામાં વળી જાય છે.
સાઈડ સ્પિનના કારણે બોલ હવામાં ઝડપથી હવા કાપી આગળ વધે છે અથવા દિશા પરિવર્તન કરે છે.
પેનલ
સામાન્ય ફૂટબોલ: સામાન્ય ફૂટબોલ બનાવવા માટે ૩૨ પેનલ ડિઝાઇનને સિલાઈ કરી જોડવામાં આવે છે.
લેમીનાર પ્રવાહ: બોલની ગતિ ધીમી હોય ત્યારે વપિરીત દિશામાં વધારે ખેંચાણ હોય છે જે બોલની ગતિમાં અવરોધ લાવે છે.
બોલની ગતિ પર અસર: જાબુલાની બનાવતી વખતે વાયુ-ગતિ વિજ્ઞાનના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે છે. સામાન્ય ફૂટબોલની સરખામણીએ તેના એર ડાઈનેમિક્સમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ કારણે સામાન્ય ફૂટબોલ કરતા તે વધારે ઝડપી છે.
ટર્બ્યુંલેન્ટ પ્રવાહ: ઝડપી ગતિમાં આવ્યા બાદ બોલની આસપાસ હવાનું પ્રવાહ વધુ બહેતર હોય છે. હવાના અધિક ટબ્યુંલેન્ટ પ્રવાહ, બાઈન્ડ્રી લેયર ગાયબ થઈ જાય છે તેમજ વધારે ગતિ હોય ત્યારે ખેંચાણ પણ ઓછું થઈ જાય છે.
લેમીનાર પ્રવાહમાં પરિવર્તન થાય છે જેના કારણે બોલના ખેંચાણમાં ફેરફાર આવે છે અને બોલ એકદમ નીચે આવી જાય છે.
બોલની સ્પિન બોલની આસપાસથી હવાના પ્રવાહના દબાણને દૂર કરે છે. ગ્રુવ્સ દ્વારા આ દબાણ ફરી ઉત્પન્ન થાય છે અને ઝડપથી વધે છે તેમજ બોલની સપાટી પર હવાના પ્રવાહની પકડ હોય છે તેવી જ પકડ જાળવી રાખે છે.
હવાનો પ્રવાહ બોલની સપાટીથી ઓછો થાય કે તુરંત આંતરિક ભાગમાં હવાનું દબાણ ઓછું થઈ જાય છે અને બોલ ઉપરની બાજુએ જાય છે.
ગ્રુવ્સના કારણે હવાના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન થાય છે જેના કારણે બોલની એકબાજુ સામાન્યથી વધારે દબાણ ઉત્પન્ન થાય છે.