યાહૂ અને માઇક્રોસોફ્ટે મળીને ગૂગલને પછાડવા સમજુતી કરી છે. હવે યાહૂ પર તમે જે સર્ચ કરશો તે માઇક્રોસોફ્ટના બિંગ સર્ચ એન્જિનની મદદથી પૂરી થશે.
આ સમજુતી થોડા સમય પહેલાં જ થઇ છે પરંતુ બંને કંપનીએ બુધવારથી તેને વેબ અને મોબાઇલ સર્ચિગની મદદથી લાગુ કરી દીધી છે. ૧૦ વર્ષની સમજુતી મુજબ બિંગ એન્જિન સર્ચ સુવિધા પૂરી પાડશે જ્યારે યાહૂ જાહેરખબરની વ્યવસ્થા કરશે.
રકમ બંને બરોબરીમાં વહેંચી લેશે. અમેરિકી બજારમાં બંને કંપનીની સંયુક્ત ભાગીદારી ૨૮ ટકા છે. જ્યારે ગૂગલ ૬૬ ટકા બજાર પર કબજો ધરાવે છે. યાહૂ આવતા વર્ષ સુધીમાં ૪૦ ટકા બજાર પર કબજો કરવા ઇચ્છે છે.