Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

મમ્મી-પપ્પા સમજતાં કેમ નથી?

 
Source: Angat Sahay, Arpita Anand   |   Last Updated 3:59 AM [IST](26/08/2010)
 
 
 
 
 
• મમ્મી પપ્પા મને હંમેશાં ટોકતાં હોય છે કે મિત્રો જે પણ કંઈ કરતા હોય તેનાથી પ્રેશરમાં ન આવ. તારા મિત્રો કૂવામાં પડે તો શું તું પણ પડીશ? હવે મારાથી સહન થતું નથી. લાગે છે હવે તેઓ આવું બોલશે તો હું ઝઘડી પડીશ. શું કોઈ કોઈ વાર મિત્રોના નિર્ણય પ્રમાણે ચાલવું યોગ્ય નથી? જહાન્વી

જિંદગીમાં પરિવાર મહત્ત્વની ભૂમિકા નિભાવતો હોય છે, તો બીજી બાજુ મિત્રોની અહેમિયત પણ નકારી શકાતી નથી. મિત્રોમાં અને તમારામાં ઘણી વાતો એકસમાન હોવાની. તમારાં માતા-પિતાની ચિંતા વાજબી છે. તમારા માટે શું ઉત્તમ છે એ તેઓ જાણે છે અથવા એવું તેમને લાગે છે. એમની પ્રતિક્રિયા તો જાણો! એમની સલાહ માગો અને આ સલાહ પાછળ તેમનો શો તર્ક છે તે પણ જાણવાની કોશિશ કરો. જે વાતે તમે સહમત થાવ છો, તે સ્વીકારો. વિચારોની આપ-લે કરો. અમુક બાબતનો આગ્રહ તમે શા માટે રાખો છો તે માટેનાં તમારાં વાજબી કારણો સમજાવો. એમને જણાવો કે તમે વગરવિચાર્યે કે સમજયા વિના મિત્રોને અનુસરી નથી રહ્યાં. આ નિર્ણય તમારો પોતાનો છે. આશા છે કે તમે તમારું મંતવ્ય પણ રજૂ કરશો અને માતા-પિતાની પ્રતિક્રિયાનું માન પણ જળવાશે.

• ભીડમાં અલગ તરી આવવા સારો ચહેરો અને આકર્ષક વ્યકિતત્વ જરૂરી છે. મારો ચહેરો આકર્ષક નથી અને આવી સ્થિતિમાં સરસ દેખાવાની બધી ટિપ્સ નકામી જાય છે. પર્સનાલિટી ડેવલપ કરવા અને આત્મવિશ્વાસ મેળવવા મારે શું કરવું? આનંદ

જુઓ, આકર્ષક ચહેરા વગર સુંદર વ્યકિતત્વ વિકસાવી શકાય છે. ચહેરો વ્યકિતની ઓળખનો હિસ્સો જરૂર છે, પણ સેલ્ફ ઇમ્પોર્ટન્સની લાગણીમાં બીજી વાતોનું પણ યોગદાન છે. તમારા જીવનના દરેકે દરેક પાસાંને તપાસો. જેમ કે, તમારી કુશળતા શેમાં છે? તમારા સંબંધો અને ગુણોને મહત્ત્વ આપવાનું શરૂ કરો, એને બહેતર બનાવવાની કોશિશ કરતા રહો. તમને જે ચીજ પસંદ હોય એના પર ઘ્યાન કેન્દ્રિત કરવું. જે સ્થિતિમાં તમે સાહજિક ન રહી શકતા હો તેને બદલવા માટે લક્ષ નિર્ધારિત કરો. જે પ્રશંસા અને શાબાશી તમે મેળવ્યાં છે એ યાદ કરતા રહો. તમારા વિશેની ઊંચી સમજ સાથે એને જૉડતા રહો. યાદ રાખો કે પરિવર્તન સમયની સાથે ધીમે ધીમે આવશે એટલે કોશિશ છોડી ન દેતા. થિંક પોઝિટિવ. આ રીતે તમારો આત્મવિશ્વાસ અને પર્સનાલિટી બન્ને ઈમ્પ્રુવ થશે.

અંગત સહાય, અર્પિતા આનંદ કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.