Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

કેવું હોવું જોઈએ વર્કિંગ વુમનનું ડ્રેસઅપ

 
Source: DB Gold Network   |   Last Updated 1:01 AM [IST](10/09/2010)
 
 
 
 
 
તમારો પહેરવેશ તમારી ઓળખ હોય છે. જો તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોવ તો તમારો પહેરવેશ તમારા વ્યક્તિત્વ પર ખૂબ જ ઊંડી અસર કરશે. એવું કહેવાય છે કે તે ઘણી વાર તમારી સફળતામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેનાથી તમારા કલીગ્સ પર પણ એક અલગ જ પ્રભાવ પડશે. જો તમે કોઈ કોન્ફરન્સ કે મીટિંગમાં ગયાં હોવ તો તમારો પહેરવેશ કે તમારું ડ્રેસઅપ આત્મવિશ્વાસને વધારવાની સાથે સાથે ત્યાં હાજર લોકો પર અલગ છાપ છોડે છે.

ઘણે ખરે અંશે તમારું ડ્રેસઅપ તમારા વ્યક્તિત્વનો અરિસો બની રહે છે. ‘અમે ઓફિસમાં કેવું ડ્રેસઅપ કરીએ.’ એવી વાતોથી મોટા ભાગની મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે. ઓફિસમાં તમારું પરિધાન એવું હોવું જોઈએ કે જેમાં તમારી શાલીનતાની સાથે સાથે ગરિમા પણ છલકાતી દેખાય અને તમારું વ્યક્તિત્વ સંપૂર્ણ રીતે ખીલીને બધાની સમક્ષ દેખાઈ આવે. ટૂંકમાં કપડાં તમારા ફિગર અને વ્યક્તિત્વને અનુરૂપ હોવાં જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન

ઓફિસમાં ક્યારેય એનિમલ પ્રિન્ટ, બોલ્ડ સ્ટિ^પ્સ અથવા બ્રાઇટ કલર પહેરવાં ન જોઈએ. આ પ્રકારનાં કપડાં પહેરી ઓફિસ કે ઓફિસની બહાર તમારા કલીગ કે બોસની સામે ન આવો તે તમારી કરિયર માટે ફાયદારૂપ છે. ડીપ નેકના ડ્રેસીસ ઓફિસમાં ન પહેરવા. જ્યારે ફૂટવિયરમાં ફ્લેટ સેન્ડલ્સને બદલે હાઈ હીલ્સ તમારી પર્સનાલિટીને વધુ આકર્ષક બનાવશે.

જ્યારે ઓફિસમાં હોવ તમે...

તમે ઓફિસમાં હોવ ત્યારે તમારો પહેરવેશ એવો હોવો જોઈએ કે જેમાં તમારું આકર્ષક વ્યક્તિત્વ નજરે પડે. આ સાથે કમ્ફર્ટનેસ તમારા ડ્રેસઅપની જરૂરી વિશેષતા છે. ઓફિસમાં કામ કરતી યુવતીઓ માટે શર્ટ, ટ્રાઉઝર, કોટન સાડી અને સલવાર સૂટ વધુ સારા વિકલ્પો છે. તેમાં તમે કમ્ફર્ટ રહી શકશો અને સાથે સાથે ફેશનેબલ દેખાશો.

કદ પ્રમાણે ડ્રેસઅપ

જો તમે દુબળાં-પાતળાં હોવ તો તમે તમારા શર્ટને ઇન અને આઉટ બંને પ્રકારે પહેરી શકો છે. ઉપરાંત તેનો તમે ટાઈની સાથે પણ પ્રયોગ કરી શકો છો. જો તમે જાડા હોવ તો તમારા શર્ટને ઇન કર્યા વિના પહેરવો વધુ યોગ્ય રહેશે. આ ડ્રેસઅપની સાથે પોઇન્ટેડ બૂટ અથવા ફ્લેટ બૂટ તમને એક ઓફિશિયલ લુક આપશે.

વર્કિંગ વુમનનું પરિધાન

- જો તમારા શરીરનો નીચલો ભાગ ભારે હોય તો તમે સ્ટ્રેટ લાઇનિંગ વાળા કપડાં પહેરી શકો છો.

- જાડી મહિલાઓ પેન્ટ અને ટ્રાઉઝર પહેરે તે યોગ્ય રહેશે. તેની પર તેઓ લોંગ ટોપ અથવા સ્ટ્રેટ કે ક્લાસિક કટનાં આઉટ ફિટ્સ પહેરી શકે છે.

- પાતળી મહિલાઓ કોન્ટ્રેસ્ટ કલર અને ફિટેડ ડ્રેસ પહેરી શકે છે.

- ઓફિસમાં મોટી મોટી ફ્લાવર પ્રિન્ટ અથવા વધુ કલરફુલ ડ્રેસ પહેરવાને બદલે લાઇનિંગ, પ્લેન અથવા બારીક પ્રિન્ટ વાળા ડ્રેસીસ પહેરવા વધુ યોગ્ય રહેશે.

- લાંબા કદની પાતળી મહિલાઓએ લોંગ સ્કર્ટ અથવા વધુ ચુસ્ત પરિધાન પહેરવાનું ટાળવું જોઈએ.

- પાતળી મહિલાઓએ પેન્ટ્સ અથવા જિન્સ પર પહોળા બેલ્ટ પહેરવા વધુ યોગ્ય રહેશે.

- એક્સેસરીઝમાં તમે પર્લ કે સ્ટોનની સિમ્પલ માળા પહેરી શકો છે. તે એક આકર્ષક લુક આપશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.