સવાલ: અમેરિકાથી અમારી પિટિશન અંગે ચોઇસ ઓફ એજન્ટનો પત્ર તથા અમારા ત્રણ જણાની જ વિઝા ફી ભરવાનો પત્ર આવ્યો અને મારી દીકરી ર૧ વર્ષની થઇ ગઇ હોવાથી તેનું નામ તેમાં દર્શાવ્યું નથી. તો આ માટે મને ગાઇડ કરશો? ‘ રશ્મિત શાહ, અમદાવાદ
જવાબ: તમારે તાત્કાલિક ર૧ વર્ષ એજિંગ આઉટ અંગેની રિકન્સીડર ટાઇપની પિટિશન તમારા કેટલાંક પેપર્સ સાથે વિઝાકોલ આવે તે પહેલાં કોઇ ઇમિગ્રેશનના જાણકાર સ્પેશિયાલિસ્ટ લોયર મારફતે કરાવી દેવાથી લાભ થઇ શકે તેમ છે.
સવાલ: મારા પપ્પાએ અમારા બધાના કેનેડાના પીઆર માટે એપ્લાય કર્યાને ચાર માસ થવા આવ્યા છે. હજી કેટલો સમય લાગી શકે? ‘મહંમદ લખનૌવી, સુરત
જવાબ: તમારા પપ્પાએ હમણાં જ ચાર માસ પહેલાં એપ્લાય કર્યું હોઇ હજુ ઘણો સમય લાગશે. કેટલાક કેસમાં ૬ થી ૭ વર્ષ થયાના કેસિસ હું જાણું છું તેથી વેઇટ એન્ડ વા‹ચ કરો.
સવાલ: હું બી.ઇ. ઇલેક્ટ્રિકલ છું અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં પાવર ડિસ્ટ્રીબ્યુશનનો ૬ વર્ષનો અનુભવ ધરાવું છું. મારે પરદેશ જવું છે, પરંતુ તે બાબતનું મને નોલેજ નથી. હું કેનેડા, અમેરિકા કે ન્યૂ ઝિલેન્ડમાંથી કયો દેશ પસંદ કરું? ‘અજયકુમાર દરજી, મહેસાણા
જવાબ: કેનેડામાં વેઇટિંગ લાંબું છે. અમેરિકા માટે તમને અમેરિકાની પ્રતિષ્ઠિત કંપની જોબ ઓફર આપી તમારા માટે એચ-બી વિઝા માટે પિટિશન કરે, તો જ અમેરિકા જવાય. ન્યૂ ઝિલેન્ડમાં પણ જોબ માટે વર્ક પરમિટ મળે તો જવાય. આ સિવાય સિંગાપુર, ડેન્માર્ક, મલેશિયા જેવા દેશોમાં પણ સ્થાયી થઇ પૈસા કમાવા માટે પ્રયત્ન કરવો જોઇએ. આ માટે તમારે જે તે દેશની વેબસાઇટ ઉપર સર્ચ કરવું જોઇએ.
સવાલ: હું ર૦૦૮માં બી.ઇ. (આઇટી) થઇને જોબ કરું છું અને મારો આઇએલટીએસનો સ્કોર ૬.પ છે તો કેનેડા અથવા ન્યૂ ઝિલેન્ડમાંથી કયો દેશ વધુ સારો છે? પીઆરના ચાન્સિસ ખરા? ‘સપન શાહ, અમદાવાદ
જવાબ: હજુ એક વર્ષ એટલે કે પુરા ત્રણ વર્ષનો અનુભવ મેળવ્યા પછી કેનેડા વધુ સારો વિકલ્પ બની શકે. જો કે ન્યૂ ઝિલેન્ડમાં કેનેડા કરતાં ઓછો સમય પીઆર માટે લાગે છે, પરંતુ ન્યૂ ઝિલેન્ડની ઠંડીના કારણે તથા ત્યાં બહુ સ્કોપ નહીં હોવાથી ઘણા પરત આવ્યાનું મારી જાણમાં છે. આ સિવાય ઉપર જણાવેલા સિંગાપુર, મલેશિયા, ડેન્માર્ક માટે પ્રયત્ન કરી શકાય. આ સિવાય દુનિયામાં બીજા ર૪૯ દેશ પણ છે.
સવાલ: મારા ટુરિસ્ટ વિઝા ઉપર હું બે વાર અમેરિકા જઇ આવી, પરંતુ મારો વિઝા પૂરો થઇ ગયો છે. મારા પતિએ ગયા વર્ષે એપ્લાય કરેલી અરજી રિજેક્ટ થઇ હતી. હવે અમે બંને સાથે જઇએ કે જુદા જુદા એપ્લાય કરીએ? આદર્શ પ્રોસેસ કઇ છે? આ માટે ક્યા ડોકયુમેન્ટ્સ જોઇએ? ‘માધવી મહેતા, અમદાવાદ
જવાબ: બંનેએ સાથે જવું તમારા કેસમાં ઉચિત નથી. કારણ તમારો કેસ રિન્યુઅલનો છે, જ્યારે તમારા પતિનો કેસ રિજેકશનનો છે. મારી દ્રષ્ટિએ પહેલાં તમે એપ્લાય કરો અને તમને ૧૦ વર્ષનો મલ્ટપિલ એન્ટ્રી વિઝા મળે પછી તમારા પતિએ એપ્લાય કરતી વખતે જે કારણોસર વિઝા રિજેક્ટ કર્યો હોય તે કારણ દૂર કરી, શક્ય હોય તો તે વખત કરતાં વધુ સારા અને જુદા ડોકયુમેન્ટ સાથે રાખવા જોઇએ. ડોકયુમેન્ટ્સનું લિસ્ટ ઘણું લાંબું છે જે આ કોલમમાં અગાઉ પ્રસિદ્ધ થયેલું છે.
સવાલ: મારું કવોલિફીકેશન બીઇ (મિકે.) એમબીએ (ફાઇ.) તથા નિરમા યુનિવર્સિટીનું ડિપ્લોમા ઇન એચઆરએમ એન્ડ આઇબી છે. બીએસએનએલમાં ૧૬ વર્ષથી એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરું છું. મને જલ્દી વિઝા મળે તેવો કોઇ રસ્તો છે? મને એચઆઇબી એમ્પ્લોયર કેવી રીતે મળશે‘ લલિત એમ. ડાભી, અમદાવાદ
જવાબ: જલ્દી વિઝા મેળવવા હોય તો તમારે બીએસએનએલની સેન્ટ્રલ ગવન્ર્મેન્ટની જોબ હોઇ ગવન્ર્મેન્ટના કેટલાંક સર્ટિફિકેટ અન્ય દસ્તાવેજો સાથે રાખી વિઝિટર, ટુરિસ્ટ વિઝા માટે અરજી કરવાથી તે વિઝા જલ્દી મળી શકે. એચઆઇબી એમ્પ્લોયર તમારે ઓનલાઇન તમારા કવોલિફિકેશન તથા અનુભવને અનુરૂપ અમેરિકાની પ્રતિષ્ઠિત કંપની શોધી તેને રેÍયુમે મોકલી જોબ શોધવી પડે. જો તે જોબ આપે તો તમને એચઆઇબી મળે.
સવાલ: મારું કવોલિફિકેશન બી.ઇ. ઇન ઇલેક. એન્ડ કોમ્યુ. એન્જી. વિથ ફર્સ્ટ કલાસ ડસ્ટિ્રીબ્યુશન ડિપ્લોમા ઇન સેમ એન્ડ સેમ કલાસ છે. હું સુરતની કોલેજોમાં લેકચર તરીકે બે વર્ષથી પરમેનન્ટ થયો છું. તેમ જ નડિયાદની ડીડીઆઇટી કોલેજનો પણ અઢી વર્ષનો અનુભવ છે. મારે કેનેડાના ઇમિગ્રેશન માટે ઇન્ફર્મેશન જોઇએ છે. મેં સાંભળ્યું છે કે લેકચરર માટે ઇમિગ્રેશનના સ્પેશીયલ રુલ્સ છે તે સાચું? ‘રાહુલ મહેતા, સુરત
જવાબ: તમારું કવોલિફિકેશન તથા અનુભવ જોતાં તમે કેનેડાના પીઆર માટે પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે તમારા પૂરતા પોઇન્ટ થતાં હોય તો એપ્લાય કરી શકો. સામાન્ય રીતે કેનેડાનું વેઇટિંગ વધારે હોય છે, જે રીતે અમેરિકાનું છે. જો કેનેડામાં આ અંગેના એમ્પ્લોઇઝની અછત હશે તો જલદી નંબર લાગે. ઇમિગ્રેશનના આવા પ્રકારના કોઇ સ્પેશિયલ રૂલ્સ હોવાનું મારી જાણમાં નથી.
સવાલ: રપ-૧૧-૨૦૦૯ની ‘કળશ’માં પ્રસિદ્ધ થયેલા એક કેસના જેવો જ મારો કેસ છે. મેં પણ અમેરિકાની ગ્લોબ યુનિ.માં એમબીએ માટે એડમશિન મેળવી એક જ મહિનામાં બે વાર સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું છે. જે બે વાર રિજેક્ટ થયું હતું. હવે હું બીજી યુનિ.માં એપ્લાય કરી સ્ટુડન્ટ વિઝા માટે પ્લાનિંગ કરું છું, તો તે રિજેક્ટ થાય?
જવાબ: તમે ત્રીજી વાર એપ્લાય કરતા હોઇ બહુ જ સાવચેતી રાખી અમેરિકાની ઇમિગ્રેશન (સરકાર) માન્ય અને સારી કોલેજમાં એડમશિન લઇ બંને વખતના રિજેકશનનાં કારણો દૂર કરી તેમ જ આર્થિક સક્ષમતા બતાવી નવા સંજોગો દર્શાવી તેમજ નવા દસ્તાવેજો દર્શાવી અચૂક રીતે તમારો ઇરાદો ડિગ્રી મળ્યા પછી ભારત પરત આવવા માગો જ છો વગેરે સાબિત કરશો તો જ વિઝા મળશે.
સવાલ: મને અમેરિકાનો ઊ-૧ સ્ટુડન્ટ વિઝા મળી ગયેલો છે. પરંતુ કોન્સ્યુલેટની સિગ્નેચરવાળું ક-૨૦ મારાથી ખોવાઇ ગયું છે. તેથી મેં મારી યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં વાત કરી અને યુનિવર્સિટીએ ક-૨૦ની બીજી કોપી મોકલી છે, પરંતુ તેના ઉપર કોન્સ્યુલેટની સિગ્નેચર નથી, તો તે ક-૨૦ સાથે અમેરિકામાં એન્ટર થવાય? ‘સુમુલ મોદી, અમદાવાદ
જવાબ: ના. આવું કરતા પહેલાં તમારે મુંબઇ કોન્સ્યુલેટ ઓફિસનો સંપર્ક કરી તે તમને તેવો લેટર આપે અથવા તમારા ઓરજિનલ ક-૨૦ની તમે ઝેરોક્ષ રાખી હોય તે બતાવી નવા ક-૨૦ ઉપર સહી કરી આપે તો એન્ટર થવાય.‘