એક સાઉન્ડ એન્જિનિયર શું કામ કરે છે? તે બનવા માટે શું ભણવું પડે? આ કોર્સ કયાં થાય છે? હિતેશ
સાઉન્ડ એન્જિનિયર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઉરચ સ્તરનું સંગીત, શબ્દો તથા અવાજ રેકોર્ડ કરે છે. એડવાન્સ્ડ ઇલેકટ્રોનિકસ સાધનોનો ઉપયોગ કરીને તે પ્રોફેશનલ રીતે રેડિયો, ટીવી, ફિલ્મ તથા જાહેરાતો, કોર્પોરેટ વીડિયો, વેબસાઇટ, કમ્પ્યૂટર, વીડિયો અને મોબાઈલ ગેમ્સ માટે સંગીત રેકોર્ડ કરે છે. એક સાઉન્ડ એન્જિનિયર તરીકે તમારું કાર્ય છે નિર્માતાઓ અને કળાકારો સાથે રેકોર્ડિંગ સેશનનું પ્લાનિંગ કરવું, સ્ટુડિયોમાં માઇક્રોફોન અને બીજાં સાધનો લગાડવાં, એ સાધનોનાં યોગ્ય સાઉન્ડ લેવલ સેટ કરવાં; દરેક વાધ અને સંગીતના ટુકડાને અલગ ટ્રેક પર રેકોર્ડ કરવા, સાઉન્ડ લેવલને મોનિટર પર બેલેન્સ કરવું, ટ્રેકસને મિકસ કરીને ફાઇનલ માસ્ટર ટ્રેક તૈયાર કરવો, સ્ટુડિયોની લાયબ્રેરી માટે બધી ટેપ્સનું લોગિંગ કરવું અને તમામ ઈન્ફર્મેશનને અપ-ટુ-ડેટ રાખવી. અનુભવ વધતાં તમે સ્ટુડિયો મેનેજર પણ બની શકો છો.
સ્ટુડિયો સાઉન્ડ એન્જિનિયર બનવા માટે તમને સંગીત અને રેકોર્ડિંગ ટેકનોલોજીની સારામાં સારી જાણકારી હોવી જરૂરી છે. તમે ભૌતિક વિજ્ઞાન અને ઇલેકટ્રોનિકસ જાણકાર હો તો એ ઘણું ઉપયોગી થઈ શકે છે.
તમે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સહાયક તરીકે કામ શરૂ કરી શકો છો. આ રીતે તમે સ્ટુડિયોનાં સાધનોના ઉપયોગ અને રોજેરોજ થનારું કામ શીખી શકશો. પહેલી નોકરી શોધતી વખતે સ્ટુડિયોનાં સાધનોને ઉપયોગમાં લાવવાનો અનુભવ તમને ઘણો કામ આવશે.
સંગીતની ટેકનોલોજીને લગતો કોર્સ ઉપયોગી સાબિત થઇ શકે છે. સ્થાનિક મ્યુઝિકલ કાર્યક્રમોમાં ડી.જે. સાથે કામ કર્યું હોય, એફએમ કે કમ્યુનિટી રેડિયો અને ઘરેલું સ્ટુડિયોમાં મિકિસંગ તથા રેકોર્ડિંગના કામનો અનુભવ લીધો હોય તો તે પણ ઉપયોગી બનશે.
નીચેનામાંથી કોઇ કોર્સ કરીને તમે સાઉન્ડ એન્જીનિયર તરીકે કામ કરવાની સંભાવના ઊજળી બનાવી શકો છો.
સાઉન્ડ ટેકનોલોજીમાં સર્ટિફિકેટ/ડિપ્લોમા કે સાઉન્ડ એન્જિનિયિંરગમાં ડીગ્રી મેળવી શકાય છે. ઓડિયો ટેક્નિક અને સાધનો વિશેની જાણકારીને અપડેટ કરતા રહો. સિકવન્સિંગ, માસ્ટિંરગ, એડિટિંગ અને રેકોર્ડિંગના અમુક ખાસ કોર્સ પણ કરી શકો છો.
થોડો અનુભવ લીધા પછી ઓડિયો રેકોર્ડિંગ કે સાઉન્ટ સ્ટુડિયો મેનેજમેન્ટમાં પ્રોફેશનલ ડિપ્લોમા મેળવી તમારી ક્ષમતા વધારી શકો છો.
ફિલ્મ કે ટીવીનાં ક્ષેત્રમાં જૉ તમે કામ કરવા ઇરછતા હો તો આ ક્ષેત્રને લગતા નાના નાના કોર્સ કરી શકો છો. કોઇ રેકોર્ડિંગ સ્ટુડિયો માટે ફુલ ટાઇમ જૉબ કરી શકો છો અથવા તો તમે ખુદ સ્વતંત્રપણે અથવા કોન્ટ્રેકટ પર કામ શરૂ કરી શકો છો. મુંબઇ, દિલ્હી, ચેન્નઇ, હૈદરાબાદ અને અમદાવાદ વગેરે શહેરમાં મોટા રેકોર્ડિંગ સ્ટુડિયો છે. દેશનાં બીજાં સ્થળોએ પણ નાના સ્ટુડિયો છે જયાં સ્થાનિક લોકો માટે ‘ડેમો’ રેકોર્ડિંગ થાય છે, સ્થાનિક રેડિયો સ્ટેશનો માટે જાહેરખબર બને છે અને સી.ડી. કોપી કરવાનું કામ થાય છે. આ લાઈનમાં ખૂબ સ્પર્ધા છે.
મોટાભાગની નોકરીઓ માટે જાહેરખબર નથી આવતી એટલે તમારે સતત લાગતાવળગતા લોકો સાથે સંપર્કમાં રહેવું પડશે. મોટા ભાગના લોકો ‘ફ્રી’માં કામ શરૂ કરી સંપર્ક બનાવે છે અને પછી ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવે છે. આ ક્ષેત્રમાં તમે અનુભવની સાથે માસ્ટરિંગ જેવાં કામમાં વિશેષ યોગ્યતા કેળવી શકો છો અથવા તો અમુક ગ્રાહકો સાથે સારો સંપર્ક જાળવી સ્વયં નિર્માતા પણ બની શકો છો. તમે તમારો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ શરૂ કરી શકો છો.