Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

ટેરોકાર્ડના આધારે સાપ્તાહિક ભવિષ્ય

 
Source: Poorvi Didi   |   Last Updated 12:38 AM [IST](31/08/2010)
 
 
 
 
 
મેષ :૨૧ માર્ચ-૨૦ એપ્રિલ

કાર્ડ - ટાવર

ભ્રષ્ટાચારને સાફ કરી શકશો. તાત્કાલિક ઝઘડા કે મતભેદ થઇ શકે છે. જુની ભ્રમણાઓ તૂટશે પછી શુદ્ધતાથી રહી શકશો.

લકી કલર - સનસેટ ઓરેન્જ, લકી નંબર - ૭

વૃષભ :૨૧ એપ્રિલ-૨૧ મે

કાર્ડ - એમ્પ્રેસ

લાભદાયક દિવસો છે. બીજા મિત્રો માટેની તમારી લાગણી ફળીભૂત થાય. આશીર્વાદ અને અનુકંપાથી દરેક કાર્યો થાય. પોતાની ઓળખ ઊભી થાય.

લકી કલર - મેટ યલો, લકી નંબર - ૯

મિથુન : ૨૨ મે-૨૧ જૂન

કાર્ડ - ફૂલ

અજાણ્યો રોમાંચ રસ્તો ભૂલાવે નહીં, તેનું ધ્યાન રાખશો. દરેક આવતી આનંદની લહેરખી હિતકારી હોય તેવું જરૂરી નથી. ટાઇમ વેડફાઇ શકે.

લકી કલર - લોટસ પિંક, લકી નંબર - ૧૨

કર્ક :૨૨ જૂન-૨૨ જુલાઇ

કાર્ડ - યુનિવર્સ

ખોટા રસ્તા નજર સામે ન આવે. દરેક રીતે હકારાત્મક સમય. વિજય મળે, સત્યનો જય થાય. તમે ક્યાંય ખોટા ન પડો, સર્વસ્વીકાર બનો.

લકી કલર - મેરી પિંક, લકી નંબર - ૧

સિંહ :૨૩ જુલાઇ-૨૩ ઓગ.

કાર્ડ - ઇનોસન્ટ

આવનારી શરૂઆત માટે હજી થોડો આરામ કરી જાતને તૈયાર કરી શકશો. પ્રશ્નો વધશે તેની સાથોસાથ પ્રશ્નો સોલ્વ કરવાનો પાવર પણ વધશે.

લકી કલર - વાઇન રેડ, લકી નંબર - ૧૫

કન્યા :૨૪ ઓગ.-૨૩ સપ્ટે.

કાર્ડ - ટેમ્પરન્સ

ઉતાવિળયા નિર્ણયો લેવામાં જાત પર સંયમ રાખો. જે પ્રોજેક્ટ હાથમાં લેવા ઇચ્છતા તેમાં પહોંચી શકશો કે નહીં, તે શક્યતા તપાસો.

લકી કલર - ફોરેસ્ટ ગ્રીન, લકી નંબર - ૧૦

તુલા :૨૪ સપ્ટે.-૨૩ ઓક્ટો.

કાર્ડ - ડેથ

વધારે સારા પરિવર્તનો માટે એક આઘાત ભૂમિકા ભજવે. હવે જે પરિવર્તન આવશે તે વધુ સ્પષ્ટ અને સફળ પરિણામદાયક હશે. લકી

કલર - સી ગ્રીન, લકી નંબર - ૮

વૃશ્વિક :૨૪ ઓક્ટો-૨૨ નવે.

કાર્ડ - જસ્ટિસ

જ્યારે બંને પક્ષે હાર અને બંને પક્ષે જીત ન થવાની હોય ત્યારે સમજદારીથી અલગ થવું પડે છે. બંનેનાં નિર્ણયો સાચા પડશે.

લકી કલર - પર્લ ક્રીમ, લકી નંબર - ૩

ધન :૨૩ નવે,-૨૩ ડિસે.

કાર્ડ - ફોર્ચ્યૂન

સારા કે ખરાબ બેમાંથી કોઇ પણ પરિવર્તન આવી શકે છે. તેથી કોઇ પણ પગલું જો ખોટું ભરાયું તો તેની સાથે જોડાયેલાં પ્રશ્નો મુશ્કેલીમાં મૂકી શકે છે.

લકી કલર - કોફી, લકી નંબર - ૧૯

મકર :૨૪ ડિસે.-૨૦ જાન્યુ.

કાર્ડ - હેન્ગ્ડમેન

પોતાની જાતનું બલિદાન આપી દેવા જેવી ઘટનાઓ સંભવે. બાહ્ય રીતે અસલામત હોવા છતાં આંતરિક રીતે પાયાના પથ્થરો હલશે નહીં.

લકી કલર – સર્ફ વ્હાઇટ, લકી નંબર ૧૧

કુંભ :૨૧ જાન્યુ.-૧૯ ફેબ્રુ.

કાર્ડ - લવર્સ

અતિ શુદ્ધ લાગણીઓની રેલમછેલ થાય. સ્નેહીજનો એક સારા મિશન માટે સાથે કામ કરી શકે. આધ્યાત્મિક કૃપા મળી શકે.

લકી કલર - હની બ્રાઉન, લકી નંબર - ૨૭

મીન :૨૦ ફેબ્રુ.-૨૦ માર્ચ

કાર્ડ - એમ્પાયર

ઇમેલ કે નેટકોલથી મહત્વના સમાચારોની આપ-લે થઇ શકે છે. સતત પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકશો. પિતાતુલ્ય વ્યક્તિનું માર્ગદર્શન ફળી શકે.

લકી કલર - ઓલિવ ગ્રીન, લકી નંબર - ૨

પૂર્વીદીદી (ટેરોકાર્ડ રીડર) poorvididim@gmail.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.