Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Madhurima
 

બાળકોના ફૂડ પર રાખશો નજર

 
Source: Sapana Vyas   |   Last Updated 3:36 AM [IST](31/08/2010)
 
 
 
 
 
બદલાતા જમાનામાં આજકાલ લોકોની રહેણી કરણી પણ બદલાઈ રહી છે. વ્યસ્ત જિંદગીમાં માતા પિતાની ખાવાની ટેવ બાળકોમાં પણ જોવા મળી રહી છે. ખાવામાં અનિયમિતતા અને જંકફૂડનો વધુ પડતું સેવન આ ટેવ આજે મોટા ભાગના લોકોમાં જોવા મળી રહી છે, તેનું વિકટ પરિણામ પણ તે ભોગવતા હોય છે.

જેનું ઉદાહરણ થોડા સમય પહેલા જ જોવા મળ્યું. છ વર્ષના આર્યનને સતત પેટમાં દુખાવો રહેતો હતો, વધારે પેઈનને લીધે તેને ક્યારેક ઊલટી કે ઊબકા પણ આવતા હતા, એક દિવસ તેના દુખાવાની કોઈ સીમા ન રહી તેને બૂમો પાડવાનું શરૂ કરી દીધું તરત જ તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો ત્યારે સોનોગ્રાફી કરાવતા ખ્યાલ આવ્યો કે તેને કિડનીમાં પથરીનો પ્રોબ્લેમ છે. આમ પણ જ્યારે બાળક પેટના દુખાવા કે કમરના દુખાવાની ફરિયાદ કરતું હોય છે ત્યારે સામાન્ય રીતે પહેલી શંકા તેમના ખાવા પર જતી હોય છે. અથવા તો ધમાલ મસ્તીને લીધે માનવામાં આવે છે. જેના પર ધ્યાન ઓછું જતા સમય જતા તે વધારે સમસ્યા ઊભી કરતું હોય છે.

પથરી કેમ થાય છે?

કિડનીનું કામ બ્લડ શુદ્ધ કરવાનું છે. જ્યારે નિયમિત ખાવા પીવા સાથે મીઠાનું વધારે પ્રમાણ લેવામાં આવે છે ત્યારે તે ધીરે ધીરે કિડનીમાં ભેગું થતું હોય છે. જ્યારે આ ક્રિયાને વધુ સમય થઈ જાય છે ત્યારે તે પથરીનું રૂપ લઈ લે છે. પથરી થવાથી કિડનીમાં દુખાવો થવો, સોજો આવવો, યૂરિનમાં બ્લડ આવવું, પેટના દુખાવા જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે.

ફાસ્ટફૂડથી વધે છે શક્યતાઓ...

આજકાલ બાળકોને શાક ભાખરીથી વધારે પિઝા, બર્ગર, ગાલિgક બ્રેડ વધારે પસંદ છે. જ્યારે પણ બાળકોને ભૂખ લાગે છે ત્યારે તેમણી પહેલી ડિમાન્ડ જંકફૂડની હોય છે. ફાસ્ટફૂડમાં મીઠું વધુ પ્રમાણમાં હોય છે. તેના વધુ પડતા સેવનથી બ્લડમાં સોડિયમની માત્રા વધી જાય છે. જે પથરી થવાનું કારણ છે.

સાયન્સ જર્નલનો રિપોર્ટ...

આજકાલ બે વર્ષની ઉંમર સુધીના બાળકો કિડનીની પથરીથી પરેશાન છે. આ પથરી પણ એટલી મોટી હોય છે કે, સર્જરી કરાવવી પડે છે. એક વખત પહેલા આ પથરીની મોટાઓની બીમારી એમ માનવામાં આવતી હતી, પરંતુ હવે એમ નથી. બાળકોમાં પણ આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ફ્યુચરમાં બાળકોની બીમારી પર આધારિત સાયન્સ જર્નલના એક અંકમાં આવા તમામ ફેકટર બતાવવામાં આવ્યા છે જે બાળકોમાં પથરી માટે જવાબદાર છે. વધારે પડતું મીઠું ખાવાથી, ઓછું દૂધ પીવું, જાડાપો અને વધારે પડતી એન્ટિબાયોટિક્સ લેવી તે મુખ્ય બાબતો છે.

બાળકોમાં પથરીને લઈને ભારતમાં કોઈ સ્ટડી કરવામાં આવ્યો નથી. ડોક્ટર તેના વિવિધ કારણો બતાવે છે, પરંતુ એક વાત પર દરેક સહમત છે કે આ ચિંતાની વાત છે.

સાવધાની શ્રેષ્ઠ ઉપાય...

પથરીની સમસ્યાવાળા ૫થી ૧૦ વર્ષની ઉંમરના બાળકોએ દિવસમાં ઓછામાં ઓછું છ ગ્લાસ પાણી પીવું જોઈએ. ૧૦ વર્ષથી વધુ ઉંમરના બાળકોએ દિવસભરમાં ૧૦ ગ્લાસ પાણી પીવું, કેળા, હાઈ શુગર અને મીઠાયુક્ત ખોરાકનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. કેલ્શિયમનું પ્રમાણ લો. ખાવામાં રહેલું કેલ્શિયમ પથરી બનાવવાવાળા ઓકસેલેટ સાથે જોડાઈ પથરી બનતા બચાવે છે.

આને ખાવામાં ઓછું કરો... :

- મીઠાનો વધુ પડતો ઉપયોગ

- તેલયુક્ત પદાર્થોનું સેવન

- બહારના ખાદ્ય પદાર્થ જેમ કે સમોસા, ઢોંસા, પિઝા, નૂડલ્સ વગેરે

- ડબ્બામાં બંધ ઠંડું ખાવાનું

ખાવામાં ઘણી સાવધાની રાખો...

બાળકોમાં કિડનીના સ્ટોનની સમસ્યા વધી રહી છે, તેનું એક કારણ ક્ષારયુક્ત ખોરાક અને ક્ષારયુક્ત પાણી પણ છે. આજકાલ જંકફૂડની આદત પણ બાળકોમાં વધી રહી છે તે ઘટાડવી જોઈએ. પથરી હોય તેવા બાળકોએ પાણી વધુ પીવું, લેમન જયૂસ, નાળિયેર પાણી વધુ પીવું જોઈએ.-ડૉ.. પ્રણવ શાહ (એમ.બી.બીએસ)
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.